BCCI માં વિવાદ, સબા કરીમનું જનરલ મેનેજર પદેથી રાજીનામું

0
7

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન સબા કરીમે બીસીસીઆઈમાં જનરલ મેનેજર- ક્રિકેટ ઓપરેશન્સ પદેથી રાજીનામું આપી દીધું છે. એક મહિનાના ટૂંકા ગાળામાં બોર્ડમાં બે અધિકારીઓના રાજીનામા પડવાથી બીસીસીઆઈમાં વિવાદની સંભાવના મજબૂત બની છે.

52 વર્ષીય સબા કરીમની ડિસેમ્બર 2017માં બોર્ડમાં નિમણૂક કરવામાં આવી હતી. બોર્ડે સબા કરીમનું રાજીનામું માંગ્યું હતું. અગાઉ આ મહિને બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીએ પણ પદ પરથી રાજીનામું આપ્યું હતું જેને બોર્ડે મંજૂર રાખ્યું હતું. સબા કરીમના રાજીનામાં અંગે બોર્ડ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સબા કરીમના ડોમેસ્ટિક ક્રિકેટના કાર્યક્રમના આયોજનથી બોર્ડ સંતુષ્ટ નહીં હોવાથી તેને રાજીનામું આપવા દબાણ કરાયું હતું.

બીસીસીઆઈના સૂત્રએ જણાવ્યું હતું કે સબા કરીને રાજીનામું આપવા જણાવાયું હતું. આ પાછળનું એક મોટું કારણ એ હતું કે કોરોના મહામારી વચ્ચે તે ઘરઆંગણે ક્રિકેટ માટેનો સંતોષકારક કાર્યક્રમ તૈયાર કરી શક્યા નહતા.

ભારતમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી ડિસેમ્બર અગાઉ ડોમેસ્ટિક ક્રિકેટ શરૂ થવાની સંભાવના જણાતી નથી. જો સપ્ટેમ્બર-નવેમ્બરમાં આઈપીએલનું આયોજન શક્ય બનશે તો તે સમયગાળામાં પણ ડોમેસ્ટિક ક્રિકેટ નહીં શરૂ થઈ શકે.

નોંધનીય છે કે બીસીસીઆઈમાં સૌરવ ગાંગુલીના અધ્યક્ષ સ્થાને ટોચના હોદ્દેદારોએ કાર્યભાળ સંભાળ્યા બાદ ગત વર્ષે બોર્ડના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર સંતોષ રંગનેકરે પણ રાજીનામું આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here