હિંમતનગર : સાબર ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ૨૯૨.૩૩ કરોડ રકમ ચૂકવવા માટે કરાઈ જાહેરાત

0
0
સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા ત્રણ લાખથી વધુ દૂધ ઉત્પાદકોને દર ૧૦ દિવસે નિયમિત મળતા દૂધના પોષણક્ષમ ભાવો ને કારણે પશુપાલન વ્યવસાય આજે ગ્રામીણ પરિવારો માટે નિયમિત આવક અને સ્વરોજગારી નો માધ્યમ સાબિત થયું છે તે સાથે દૂધ ઉત્પાદકોના સામાજિક અને આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
 
સાબર ડેરી સંલગ્ન સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકો ચોમાસાની ઋતુમાં ખેતી માટે બિયારણ તથા ખાતર અને દવા ખરીદી કરવાની હોય કે સામાજિક પ્રસંગો હોય ત્યારે તેઓ દ્વારા સ્થાનિક દૂધ મંડળીઓ વેચેલ દૂધની કિંમતના આધારે સાબર ડેરી દ્વારા જૂન મહિનામાં ચૂકવણીમાં આવતા રીટેઈન્ડ મની સ્વરૂપે તફાવતની રકમ માટે બંને જિલ્લાના ત્રણ લાખથી વધુ દૂધ ઉત્પાદકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સાબરડેરી પણ દૂધ ઉત્પાદકોના હિતોને પ્રાધાન્ય આપી હર હંમેશા દૂધ ઉત્પાદકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા સતત પ્રયત્નશીલ રહી છે એ જ દિશામાં દૂધ ઉત્પાદકો ચૂકવવાપાત્ર રીટેઈન્ડ મની નિયત કરવા હેતુ આજરોજ ૮ જૂન સાબર ડેરીના નિયામક મંડળની બેઠકમાં વર્ષ ૨૦૧૯-૨૦ માટે દૂધ ઉત્પાદકોને અપેક્ષા મુજબ વિક્રમજનક રૂપિયા ૨૯૨.૩૩ કરોડ રકમ ચૂકવવાનું નક્કી કરવામાં આવેલ હતું. સાબર ડેરી દ્વારા નજીકના દિવસોમાં ચૂકવવામાં આવનાર આ રકમ આશરે દસ ટકા મુજબ રહેશે.
રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here