સાબરકાંઠા : મોત ની સવારી પોલીસ ની સામે થી થાય છે પસાર , જીવન ના જોખમે મુસાફરો કરે છે મોત ની મુસાફરી

0
57

મોત ની સવારી પોલીસના નાક આગળ થી પ્રસાર  જિલ્લા ટ્રાફિક પોલીસે કેમેરા જોતા પાવતી આપી મન મનાવ્યું  .

 

જીવન ના જોખમે મુસાફરો મોત ની મુસાફરી કરે છે

પ્રાઇવેટ વાહન ચાલકો તગડું ભાડુ લઇને પણ  મુસાફરો ને ધેટાબકરાં ની જેમ મુસાફરો ને ભરે છે  .

જીપ ની અંદર અને છત ઉપર મુસાફરો મોત ની સવારી કરી રહ્યાં છે  .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ઉપર હાલ મોત ની સવારી ના દ્રશ્યો જોવા મળે છે અને જેની જવાબદારી છે તે તંત્ર માત્ર દેખ તમાસા ફ્રી મે જેવું જોઇ ને બેઠું હોય તેવું લાગી રહ્યું છે .

 

 

 

પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ ટોલનાકા પાસે થી હાલ મોત ની સવારી ઓનો નજારોજોવામળી રહ્યો છે તો જેવી જવાબદારી છે તે જિલ્લા ટ્રાફિક પોલીસ જાણે હાજર હોવા છતાં ચલતા હે હોતા હે જેવી સ્થિતિ પેદા થઇ છે ત્યારે હાલતો તહેવાર ને એક દિવસ બાકી હોય પ્રાંતિજ ટોલનાકા પાસે મોત ની સવારી ના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે તો ખુદ સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ ના નાક આગળ થીજ મોત ની સવારી ઓ રાજસ્થાન પાર્સિગની જીપો અંદર તથા જીપ ની છત ઉપર મુસાફરો ને ધેટા-બકરાં ની જેમ લઇ જતી હોવાછતાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કેમેરા ચાલુ હોવાથી માત્ર કેમેરા ની લાજ રાખવા જીપ ચાલક ને રોકી ને માત્ર નજીવી દડ આપી જતી કરી હતી અને જીપ ની અંદર ઉપર બેઠેલા મુસાફરો ને નીચે ઉતારવાની કે અન્ય વાહન માં જવાનું કે કોઇપણ જાત ની ત્રસ્તી કે મુસાફરો ની ચિન્તા કર્યા વગર જીપ ચાલક ને આગળ જતો કર્યો હતો.

 

ત્યારે સવાલ એ છે કે જો અકસ્માત સર્જાય અને મોટી જાનહાની થાય તો જવાબદારી કોની ત્યારે હાલતો રોજીદા લાઇન ની ગાડી ઓ હોવાથી કેમેરા ની લાજ રાખવા જીલ્લા ટ્રાફિક પોલીસ નજીવી દંડ ફટકારી જીપ ને જવા દીધી હતી પણ જીપ ની છત ઉપર બેઠેલા મુસાફરો ને નીચે ઉતારવા કે મોત ની સવારી કરી રહેલા મુસાફરો ને માનવંતા ની દષ્ટ્રી એ પણ શીખામણ પણ આપી ન હતી તો પ્રશ્ન એ થાય છે કે  જો કોઇ પ્રાઇવેટ કાર ચાલક પાંચ થી છ ને બેસાડી ને જાય તો પણ ટ્રાફિક પોલીસ અવનવા નિયમો બતાવી પરેશાન કરતા હોય છે તો અહીં તો જીપ ની અંદર બહાર જીત ની છત ઉપર એક નહી બે નહી પંદર થી પણ વધારે મુસાફરો ને મોત ની સવારી જોઇ શકાય છે ત્યારે  ટ્રાફિક  પોલીસ હાલ તો માત્ર કેમેરા ની લાજ રાખવા નજીવી પાવતી ફાડી મોત ની સવારી જીપ ને લીલી ઝંડી આપતી નજરે પડે છે .

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here