સાબરકાંઠા-બનાસકાંઠાની ચેકપોસ્ટ સીલ, એસ.ટી. બસોને પ્રવેશ કરાયો બંધ

0
14

આગામી ૧૫ દિવસ માટે રાજસ્થાન સરકારે પોતાના રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતાં અને કોરોના મહામારી બેકાબૂ બનતા ૧૦ મે થી ૨૪ મે સુધી ૧૪ દિવસનું લૉકડાઉન લાગુ કરાતા આજથી દેગુ કરવામાં આવેલ અમલીકરણમાં આજે પ્રથમ દિવસે સાબરકાંઠા-અરવલ્લી- બનાસકાંઠા સહિતની ગુજરાતની રાજસ્થાન બોર્ડરો ઉપર બંને રાજ્યોના પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતની સાબરકાંઠાના વિજયનગર, પોશીના, ખેડબ્રહ્મા અને બનાસકાંઠાની અંબાજી પાસેની રાજસ્થાનની સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર તેમજ રતનપુર સહિતની બોર્ડરો ઉપર આજે બંને રાજ્યોની પોલીસ અને આરોગ્ય વિભાગે આરટી પીસીઆર નેગેટિવ રિપોર્ટ નહિ ધરાવનાર એવા ખાનગી બંને રાજ્યોના થઈ ૧૦૦થી વધુ ખાનગી વાહનોને જે તે રાજ્યમાં પરત મોકલી આપવામાં આવ્યા હતા.

ગુજરાત-રાજસ્થાન સાથેની તમામ બોર્ડરો સંપૂર્ણપણે સિલ કરી દેવામાં આવી છે. જેને લઈ એસ.ટી. બસોની અવરજવર સદંતર રોકી દેવામાં આવી છે. એસટી બસો માટે પ્રવેશ પ્રતિબંધ અંગે આગોતરી જાણ થતાં ખાનગી ટ્રકો અને ખાનગી વાહનો આવતા બંને રાજ્યોની બોર્ડરો ઉપર કેમ્પ ઉભા કરી પોલીસ અને આરોગ્ય વિભાગ ચેકીંગ કરી રહેલ છે. જેમાં જે માલવાહક ખાનગી ટ્રકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વહન કરે છે અને મેડિકલ સહિતની ઇમરજન્સી સેવાઓ છે તે તમામને માટે છૂટ આપવામાં આવી છે. જો કે આવશ્યક માલવાહક વાહનો તથા ખાનગી વાહનોમાં જતા મુસાફરોએ રાજસ્થાનમાં પ્રવેશતા પહેલા પોતાનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ બતાવવો ફરજીયાત છે જે લોકો ગુજરાતમાં આવવા માંગે છે તે જરૂરી દસ્તાવેજ નહીં બતાવે તેમણે રાજસ્થાનમાં ૧૫ દિવસ કોરોન્ટાઇનમાં રહેવું પડશે.

ઓચિંતી સરહદો સીલ થતા બંને રાજ્યોમાં આવાગમન કરનારા અનેક વેપારીઓ પણ ફસાયા

રાજસ્થાન સરકારે એકાએક ૧૫ દિવસનુંકડક લૉકડાઉન જાહેર કરી દેતા અને આજ વીતેલી મધરાતથી એનો અમલ પણ કરી દેવાતા ગુજરાતથી રાજસ્થાન અને રાજસ્થાનથી ગુજરાત આવવા નીકલેલા લોકો કે જેમને આ લૉકડાઉન અને સરહદો બંધ થઈ છે એની ખબર જ નથી એવા વેપારીઓ કે અન્ય કામકાજ માટે એકથી બીજા રાજ્યમાં જ્યારે બોર્ડર ઉપર આવ્યા ત્યારે જ ખબર પડી કે સરહદો સિલ છે, એમાંય ૭૨ કલાક અંદર જ કઢાવેલ ટેસ્ટ નેગેટિવ ન હોય કે કઢાવેલ જ ન હોય એવા નાના વાહનો, કાર, જીપોમાં આવતા લોકો સરહદે જ ફસાઇ ગયા હતા. જેનો આંક આશરે ૧૦૦ થી વધુ હોવાનું અને પરત થવાનું આવતા તેમજ જો રિપોર્ટ પોઝિટિવ આવે તો રાજસ્થાન સરહદે ૧૪ દિવસ કોરોન્ટાઇન થવાનું આવતા લોકો પરેશાન થવાની નોબત આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here