સાબરકાંઠા જીલ્લાના નિયત સમય કરતાં વહેલા વરસાદ પડતાં જગતનો તાત મુકાયો ચિંતામાં

0
0
સાબરકાંઠા માં છેલ્લા ચાર દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે બે દિવસ અગાઉ અને ગઈકાલે પવન સાથે વરસાદ વરસતા મગફળી, બાજરી, તલ અને શાકભાજી નું વાવેતર કરનાર ખેડૂતો ના વાવેતરમાં ભારે પવન અને વરસાદના કારણે નુકસાન જોવા મળ્યું હતું જેમા શાકભાજીના છોડ પવનના કારણે જમીનદોશ થઈ ગયા હતા અને મગફળી બાજરી તલ જેવા પાક પલડી જવાના કારણે ખેડૂતોને પૂરતો ભાવ પણ મળતો નથી.
ઉલ્લેખનીય છે કે લોક ડાઉન મા ગંભીર આર્થિક પરિસ્થિતિ માંથી માંડ બહાર નીકળ્યા  છે ત્યારે વાવેતરમાં નુકસાન આવતા જિલ્લાના ખેડૂતો મા ચિંતાનો માહોલ સર્જાયો હતો આજે વહેલી સવારે જ હિંમતનગર માર્કેટયાર્ડમાં ખેડૂતો મગફળી વેચવા માટે આવી પહોંચ્યા હતા ખાસ વાત કરવામાં આવે તો નિયત સમય કરતા દસ દિવસ વરસાદ વહેલો પડતા ખેડૂતો પાકને નુકશાન જતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા જગતનો તાત કહેવાતા ખેડૂતોને આર્થિક સહાય સરકાર દ્વારા કરવામાં આવે તો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે તેમ છે.
રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here