સાબરકાંઠા : પ્રાંતિજ એપ્રોરોચ રોડ ઉપર આવેલ આશીર્વાદ સોસાયટી માં રાત્રી ના સમયે તસ્કરો એ બંધ મકાનના તાળાં તોડ્યા

0
0

ત્રસ્કરોએ ધર માં પ્રવેશ કરી તિજોરી કબાટ સહિત ધર મા રહેલ સરસામાન વેર વિખેર કર્યો  .

રોકડ રકમ કે સોનાચાદી ના દાગીના હાથમાં ના આવતા વિલા મોઢે પરત ફર્યાં .

સોસાયટી ના રહીશો ની રાત્રી ના પોલીસ પેટ્રોલિંગ ની માંગ  .

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોરોચ રોડ ઉપર આવેલ આશીર્વાદ સોસાયટી માં રાત્રી ના સમયે તસ્કરો એ બંધ મકાનના તાળાં તોડી ધર માં પ્રવેશ કરી ધર માં રહેલ સર સામાન વેર વિખેર કરી રફુચક્કર થયાં  .

  

   

 

પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ ઉપર આવેલ આશીર્વાદ સોસાયટી માં ગઇ રાત્રી એ અજાણ્યા ત્રસ્કરો દ્વારા પટેલ રમેશભાઇ એચ ના બંધ મકાન ના ઓસળી ના જાળી ના નકુચા તોડી મેન દરવાજા નો નકુચો તોડી ધર મા પ્રવેશ કરી તિજોરી તથા સોકેસ ના કબાટ તથા પેટી પલંગ રસોડા સહિત નો સરસામાન વેર વિખેર કર્યો હતો અને રોકડ રકમ કે સોનાચાદી ના દાગીના હાથ ના આવતા તસ્કરો વિલા મોઢે પરત ફર્યાં હતાં તો વહેલી સવારે પડોશીઓને જાળી ખુલ્લી જોઇ ખબર પડતાં આજુબાજુ ના સોસાયટી ના રહીશો ભેગા થઇ ગયાં હતાં અને મકાન માલિક ના ગાંધીનગર ખાતે રહેતા નાના પુત્ર ને જાણ કરી હતી તો હાલ મકાન માલિક તેમના પત્ની સાથે તેમના મોટા  પુત્ર સાથે કેનેડા ગયેલ છે તો ગાંધીનગર ખાતે રહેતાં તેમનો નાનો પુત્ર પડોશીઓએ જાણ કરતાં દોડી આવ્યો હતો તો પ્રાંતિજ પોલીસ ને પણ જાણ કરાતા પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી હતી તો હાલતો તસ્કરો ધર મા ધુસી તિજોરી સહિત નો સરસામાન વેરવિખેર કરી રફુચક્કર થતાં ત્યારે બીજી બાજુ સોસાયટી ના રહીશો દ્વારા પોલીસ પેટ્રોલિંગ ની માંગ ઉઠવા પામી છે.

 

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here