પ્રાંતિજ : જમ્મુ કાશ્મીર માં ૩૭૦ ,૩૫ એ હટાવાતા ભાજપ કાર્યકરો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફટાકડા ફોડી ને ઉત્સવ ઉજવ્યો .

0
52

 

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારે જમ્મુ કાશ્મીર માં ૩૭૦ ની કલમ અને ૩૫ એ હટાવાતા સાબરકાંઠા જિલ્લાના ના પ્રાંતિજ ખાતે ભાજપ શહેર કાર્યકરો દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફટાકડા ફોડી ને ઉત્સવ ઉજવ્યો .

 

 

આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે સમગ્ર ભારત દેશ ની જનતાએ લોકસભામાં જે જનાદેશ આપ્યો તેનું સન્માન કરતા આજે જમ્મુ કાશ્મીર ની કલમ ૩૭૦ અને ૩૫ એ હટાવવાનો અને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યકરો અને નગરપાલિકા ના કોર્પોરેટરો તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૂત્રોચ્ચાર સાથે ફટાકડા ફોડી ને કેન્દ્ર સરકાર ના આ ઐતિહાસિક નિર્ણયને વધાવવા માટે પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે એકઠાં થયા હતાં.

બાઇટ : જયસિંહ ચૌહાણ (પૂર્વ શિક્ષણમંત્રી)

 

 

જેમાં પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ  શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ  , નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ  ,કારોબારી અધ્યક્શ કોકીલાબેન પટેલ  , નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ નિરવભાઇ પરીખ  , નગરપાલિકા પૂર્વ પ્રમુખ રતિલાલ ટેકવાણી  , ભાજપ શહેર પ્રમુખ વિજયભાઇ પટેલ  , નગરપાલિકા કોર્પોરેટર દિપકભાઇ કડીયા  , નગરપાલિકા કોર્પોરેટર  દિલીપભાઇ રાવળ સહિત કોર્પોરેટરો ભાજપ કાર્યકરો વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ઐતિહાસિક નિર્ણયને વધાયો હતો  .

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here