પ્રાંતિજ ટોલ બુથ ઉપર ટોલ નહિ ભરવા નો વિડીઓ થયો સોશિયલ મીડિયા માં વાયરલ  .

0
0

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ટોલ બુથ ઉપર ટોલ નહી ભરવા નો કાર ચાલક નો વિડીઓ થયો સોશિયલ મીડિયા વાયરલ .

 

 

 

તગડો ટોલ ટેક્ષ લેવા છતાં રોડ ઉપર મોટા મસ ખાડા  .

વાડીઓમાં કાર ચાલક ટોલ ના ભરવાની જીદ પકડી  .

રોડ કપલેટ કરો પછી હું ટોલ ટેક્ષ ભરીશ.

 

 

ચિલોડા થી શામળાજી સુધી નો નેશનલ હાઇવે આઠ ઉપર મોટામસ ખાડા પડી ગયા છે અને બીજીબાજુ રોડ નું કામ ચાલું હોવાથી ઠેર ઠેર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે તો બીજી બાજુ ચોમાસા ની સીઝન ને લઇને ખાડાઓમાં પાણી ભરાતા પાણી ના કારણે ખાડાની વાહન ચાલકો ને ખબર ના પડતાં વાહનો ને નુકશાન કે પછી અકસ્માત નો ભોગ બને છે તો ખાડા માં અચાનક વાહન પટકાતા કમર હાડકાં ભાગી જાય છે તો વાહન ને પણ નુકસાન થતું હોય છે તો એક જાગરૂક કાર ચાલક દ્વારા પ્રાંતિજ  ટોલ નાકા ઉપર રોડ કપલેટ ના હોવાથી ટોલટેક્સ નહી ભરવાનો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો સોશિયલ મીડિયા માં આગળ વધ્યો છે તો કાર ચાલક રસ્તો કપલેટ કરો તો ટોલટેક્સ ભરીશ ની જીદ સાથે ટોલ ટેક્સ ઉપર ઉભો થયાનો વિડિયો વાયરલ થતા કયાંક ને કયાંક જાગૃત નાગરિક હોય તેવું હાલ તો સ્પષ્ટ જણાઇ આવે છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા માત્ર તગડો ટોલટેક્સ લેવામાં આવે છે પણ રોડ રસ્તા ઑનુ સમારકામ કે રોડ વચ્ચે પડેલ મોટા મસ ખાડા પુરવાની પણ ત્રસ્તી લેવામાં આવી નથી .

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here