પ્રાંતિજ : જન્માષ્ટમી ની ધામ ધૂમ થી થઇ ઉજવણી, ઠેરઠેર યોજાયા મટકી ફોડ કાર્યક્રમો

0
69

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તથા તાલુકાના ગામ્ય વિસ્તારોમાં કુષ્ણ જન્મને લઇ કુષ્ણ મંદિરો સહિત શેરીઓ ગલ્લીઓ અને મહેલ્લા ઓમાં રાત્રીના 12 ના ટકોરે ઠેરઠેર મટકી ફોડ કાર્યક્રમો યોજાયા હતાં

પ્રાંતિજ સહિત તાલુકામાં કુષ્ણ જન્મ ને લઇને   સવારથીજ વિવિધ મંદિરોમાં તડામાર તૈયારીઓ હાથધરવામાં આવીહતી દિવસ ભર નંદ મહોત્સવ અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો યોજાયા હતાં અને ગરબા , રાસગરબા , ભજન  સહિત રાત્રીના બારના ટકોરે મટકી ફોડ કાર્યક્રમો  યોજાયા હતાં જેમાં કનૈયાની સેના દ્રારા જુદી જુદી જગ્યાએ મટકી ફોડવામાં આવી હતી જેમાં  લાલદરવાજા , રેલ્વે સ્ટેશન  , ગુર્જર ની પોળ  ,  વિશ્વકર્મા મંદિર   ,  શ્રીવેરાઇ માતાનાં  મંદિર   સહિત  વિવિધ યુવક મંડળીઓ દ્રારા મટકી ફોડ કાર્યક્રમો યોજાયા હતાં.

 

12 વાગ્યાના ટકોરે મંદિર ની અંદર બનાવેલ કુટીરોમાં કુષ્ણ નો જન્મ પછી ધોડીયામાં ભગવાન કાનાને હિંચકે ઝુલાવવા માટે પણ ભકતોની પડાપડી જોવા મળી હતી અને જય કનૈયાલાલકી ની ધુન સાથે આખુંય વાતાવરણ ભક્તિમય બની ગયુ હતું તો પ્રાંતિજ ઘનશ્યામ લાલાજી ની હવેલી ખાતે પણ વૈષ્ણવ સમાજ ના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં ભજન સહિત ના વિવિધ કાર્યક્રમો યોજાયો .

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here