સાબરકાંઠા : પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારો માં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, ૪૧ વીજચોરી ના કનેકશન ઝડપાયા,

0
0

પ્રાંતિજ સહિત તાલુકા માં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું  .

પ્રાંતિજ ખાતે ૧૩ વીજચોરી  કનેકશન તથા ગ્રામ્ય વિસ્તારમાંથી ૨૮ વીજચોરી કનેકશન મળી કુલ- ૪૧ વીજચોરીના કનેકશન ઝડપાયા .

કુલ – ૫,૫૭૦૦૦ હજાર નો દંડ ફટકારવવામા આવ્યો .

અન્ય વીજ ચોરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે .

મહેસાણા એડીશ્નલ ચીફ એન્જીનીયર તથા જિલ્લા હિંમતનગર વર્તુળ કચેરી તેમજ વિભાગય કચેરી ના અધિકારીઓ જે.કે.દરજી  , પી.સી.શાહ  , કે.એચ.શાહ ના માર્ગ દર્શન હેઠળ પ્રાંતિજ ડેપ્યુટી એન્જીનીયર એચ.એમ.પાઠક  , જુનીયર એન્જીનીયર  બી.કે.કાપડીયા , જુનીયર એન્જીનીયર એસ.વી.સોની સહિત પ્રાંતિજ સહિત તાલુકા માં ૧૬ ટીમો બનાવી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

 

જેમાં પ્રાંતિજ ના વિવિધ વિસ્તારોમાં માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વ્હોરવાડ માંથી ૧૩ વીજચોરીના કનેકશનો તથા ગ્રામ્ય વિસ્તારો માંથી ૨૮ વીજચોરીના કનેકશનો મળી કુલ-૪૧ વીજચોરીના કનેકશનો ઝડપાયા હતાં જેમાં કુલ ૫ લાખ ૫૭ હજાર નો દંડ ફટકારવવામા આવ્યો હતો તો આમ અચાનક વીજ કંપની દ્વારા વહેલી સવારે અચાનક ત્રાટકતા વીજ ચોરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

બાઇટ :- એચ.એમ.પાઠક (ડેપ્યુટી એન્જીનીયર પ્રાંતિજ)

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here