સાબરકાંઠા : પ્રાંતિજ ના એપ્રોચરોડ ઉપર ભંગાર બસો નો ખડકલો

0
15
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના હાર્ટ સમાન એપ્રોચરોડ ઉપર ભંગાર બસો નો ખડકલો કરી દેવામાં આવતા અવરજવર કરતા વાહન ચાલકો ને પરેશાની તો રાત્રીના સમયે મોટો અકસ્માત ની ભીતી.
અકસ્માત નોતરે તો નવાઈ નહી.
ટ્રાફીક જામ ના દશ્યો સર્જાય છે.
જવાબદાર તંત્ર ગૌર નિંદ્રા માં.
પ્રાંતિજ ત્રણ રસ્તા થી એપ્રોચરોડ રોડ ઉપર આવેલ એસટી ડેપો બહાર મેઇનરોડ ઉપર છેલ્લા ત્રણ દિવસ થી ભંગાર બસો રોડ ની બન્ને સાઇડમાં ઉભી કરી દેવામાં આવતા રોડ સાંકળો થઇ ગયો છે તો અહીં થી દિવસ દરમ્યાન હજારો ની સંખ્યા માં નાના મોટા વાહનો અવરજવર કરે છે તો આ રોડ ઉપર સોસાયટીઓ પણ આવેલ છે અને મહિલા ઓ બાળકો સહિત સોસાયટી ના રહીશો પણ આ રોડ ઉપર અવરજવર કરે છે તો રોડ ની બાજુ મા ખડકાઈ દેવામાં આવેલ ભંગાર બસોને લઇને અવર-નવાર ટ્રાફિક જામ ના દશ્યો સર્જાય છે તો રાત્રી દરમ્યાન મોટો અકસ્માત નોતરે તો નવાઈ નહી ત્યારે હાલતો જેની જવાબદારી છે તે તંત્ર ગૌર નિંદ્રા માં હોય તેવું સ્પષ્ટ પણે જણાઈ આવે છે
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here