સાબરકાંઠા : પ્રાંતિજ પોલીસે ૭,૩૭૦૦૦ નો લોખંડ ચોરી નો ભેદ ઉકેલ્યો .

0
57

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ટુડોર પાસે રોડ સાઇડ ઉપર પુલ બનાવવા માટે ઉતારેલ લોખંડ સળીયા ચોરી નો ભેદ ઉકેલ્યો તો પ્રાંતિજ પોલીસે બે આરોપીઓની અટકાયત કરી મુદામાલ કબ્જે કર્યો .

બે આરોપીઓ ને ચોરી ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા  .

૧૯.૫૨૦ ટન લોખંડ ચોરી નો ભેદ ઉકેલ્યો  .

પ્રાંતિજ પોલીસે કોર્ટમાં હાજર કરી રીમાન્ડ ની માંગ કરી .

 

પ્રાંતિજ ના કમાલપુર પાસે આવેલ ટુડોર ત્રણ રસ્તા પાસે રોડ ની સાઇડમાં પુલ બનાવવા માટે ઉતારેલ લોખંડ ના સળીયા જેનુ વજન ૧૯,૫૨૦ કિલો જેની કિંમત-૭,૩૭,૦૭૫ કે કોઇ અજાણ્યા ચોર ઈસમો દ્વારા સાઇડ ઉપર થી ચોરી કરી લઇ ગયાં ની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં તા.૨૪|૮૨૦૧૯ ના રોજ સુભાષચંદ્ર લાલસીંગ ચૌધરી ઉ.વર્ષ-૩૦ ધંધો-કંન્ટ્રકસન હાલ રહે.પ્રાંતિજ ગંજાનદ સોસાયટી મુળ રહે ગામવરસુ તા.જી ભરતપુર રાજસ્થાન દ્વારા ફરીયાદ કરતાં પ્રાંતિજ પોલીસે ૩૭૯ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ પ્રાંતિજ પીએસાઇ કે.એસ.બ્રહ્મભટ્ટ ના માર્ગ દર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ.ચાવડા તથા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.જોષી ડી સ્ટાફ માનસિંહ  , કિરીટસિંહ અશોક ભાઇ  , જગદીશભાઇ ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવા મા આવી હતી.

જેમાં તપાસ દરમ્યાન  ચેતક એન્ટર પ્રાઇઝ કંપની ના પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો ભગવતી ઉદયવીરસિહ પ્રસાદ ઉ.વર્ષ-૩૦ રહે હાલ લાભ સોસાયટી સીવીલ હોસ્પિટલ રોડ હિંમતનગર મૂળ રહે. ૧૯૨ ફિરોઝપુર સીહોલા અલીયારખા , ઢોલણા તા.જી કાસગંજ ઉતરપ્રદેશ તથા ઇમરાન ભાઇ મુન્નાભાઈ શેખ ઉ.વર્ષ-૩૮ રહે. એ-૨૨૦ જનતા નગર રામોલ-૬ તા.દસકોઇ જી.અમદાવાદ બન્ને ને ચોરી ના મુદ્દામાલ સાથે પકડી પ્રાંતિજ પોલીસે પ્રાંતિજ કોર્ટ માં હાજર કરી આરોપીઓ ના રીમાન્ડ ની માંગ કરવામાં આવી છે.

સંજય રાવલ  પ્રાંતિજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here