અમદાવાદ : સાબરમતીમાં પુત્રવધૂએ નિવૃત પોલીસ કર્મચારી સસરાને માથામાં માર્યું,

0
10

અમદાવાદ. શહેરના સાબરમતી વિસ્તારમાં ધર્મનગરમાં નિવૃત પોલીસ કર્મચારીને તેમની પુત્રવધૂએ માર માર્યો હોવાની ઘટના બની હતી. માથામાં શાકભાજી ભરવાનું બાસ્કેટ મારતા દસ ટાંકા પણ આવ્યા હતા. સાબરમતી પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

પુત્રવધૂ તેઓ રૂમની સામે કેમ જોવે છે એવું કહી ગુસ્સે ભરાઈ હતી

સાબરમતીમાં આવેલી ધર્મનગર સોસાયટીમાં કાંતિલાલ પુરોહિત તેમના પુત્ર સાથે રહે છે. કાંતિલાલ વર્ષ 1988માં એ.એસ.આઈ તરીકે નિવૃત્ત થયા હતાં. તેમને સંતાનમાં બે પુત્રો છે જેમાં એક પુત્ર લંડન ખાતે રહે છે. 11મીએ તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના પુત્ર સંજયની પત્ની શ્રદ્ધાબહેને તેમના સસરાને પૂછ્યું કે તેઓ રૂમની સામે કેમ જોવે છે. જોકે કાંતિલાલએ કહ્યું કે તેઓ તેમના રૂમમાં જોતા નથી.

કાંતિલાલે પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવી

આ બાબતને લઈ બોલાચાલી થઈ હતી. બાદમાં શ્રદ્ધાબેને ઝઘડો કરી શાકભાજી ભરવાનું બાસ્કેટ માથામાં મારી દીધું હતું. બાદમાં ઈજાઓ પહોંચતા કાંતિલાલને સિવિલમાં ખસેડયા હતા. જ્યાં તેમને ઇજાના ભાગે દસ ટાંકા આવ્યા હતા. કાંતિલાલે શ્રદ્ધા બહેન સામે ફરિયાદ આપતા સાબરમતી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here