સુરત : વીડિયો વાઈરલ : સચિનમાં જાહેરમાં જન્મદિવસની તલવારથી કેક કાપી ઊજવણી.

0
0

કોરોના મહામારી વચ્ચે જાહેરમાં કાર્યક્રમની ઊજવણી પર પ્રતિબંધ છે અને તેમાં જાહેરમાં જન્મ દિવસની ઊજવણી કરવા પર પ્રતિબંધ છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં જાહેરમાં જન્મદિવસની ઊજવણી સાથે તલવારથી કેક કાપીને રેલી કાઢવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસ દોડતી થઈ છે.

જન્મદિવસની ઊજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.
જન્મદિવસની ઊજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

 

કોરોના ગાઈડલાઇન્સને નેવે મૂકીને જાહેરમાં જન્મદિવસની ઉજવણી

સુરતમાં જાહેરમાં જન્મ દિવસની ઉજવણી ન કરવાનું પોલીસ કમિશનરનું જાહેરનામું છે. જ્યારે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોઈ પણ પ્રસંગ જાહેરમાં ન ઊજવવાની સાથે સરકારની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જોકે આ ગાઈડલાઇનનું પાલન કરવામાં સુરત પોલીસ અને તંત્ર નિષ્ફળ ગયું તેવા વીડિયો સતત સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. સુરતના સચિન વિસ્તારનોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક ઈસમ પોતાનો જન્મદિવસ જાહેરનામાનો ભંગ કરવાની સાથે કોરોના ગાઈડલાઇન્સને નેવે મૂકીને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરે છે.

રેલી કાઢી કોરોના ગાઈડલાઈન્સના લીરેલીરા ઉડાવ્યા.
રેલી કાઢી કોરોના ગાઈડલાઈન્સના લીરેલીરા ઉડાવ્યા.

 

પોલીસ કમિશનરનું જાહેરનામુ અને રાત્રિ કર્ફ્યૂનો ભંગ

વાઈરલ વીડિયોમાં ઈસમ તલવાર વડે કેક કાપી હતી. જેમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર કરી રેલી પણ કાઢી હતી. આ સાથે નારા પણ લાગ્યા હતા. સચિન વિસ્તાર જાહેરમાં જન્મદિવસની ઊજવણી સાથે સાથે રાત્રિ કર્ફ્યૂનો ભંગ અને કોરોના વાઈરસની ગાઇડલાઇનનો ભંગ કર્યો છે. થોડી દિવસોથી કોરોના ગાઈડલાઈન્સના ભંગના વાઈરલ થતા વીડિયોના કારણે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here