સચિન વાજેની તબિયત લથડી, છાતીમાં દુખાવો ઉપડયાની ફરિયાદ બાદ હોસ્પિટલ લઈ જવાયો

0
2

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મુકનાર સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાજેની તબિયત લથડી છે. તેને છાતીમાં દુખાવો ઉપડયાની ફરિયાદ બાદ હોસ્પિટલ લઈ જવાયો હતો.

સચિન વાજે હાલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની કસ્ટડીમાં છે. મળતી વિગતો પ્રમાણે રવિવારે રાતે વાજેએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. એ પછી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો અને ચેકઅપ કરાયા બાદ મધરાતે પાછો લાવવામાં આવ્યો હતો. હવે તેની તબિયત ફરી લથડી હોવાની વિગતો સામે આવી રહી છે.

આ પહેલા પણ વાજેની તબિયત બગડતા હોસ્પિટલમાં લઈ જવાની ઘટના બની ચુકી છે. તેને ડાયાબિટિસ હોવાનુ પણ નિદાન થયુ છે. દરમિયાન એજન્સી દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચુકેલા એક ઈન્સ્પેક્ટરને પણ પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યુ છે. તેની ભૂમિકા પર પણ એજન્સીને શંકા છે. વાજે જ્યારે થાણે ગયો હતો ત્યારે આ ઈન્સ્પેક્ટર ફરજ પર હતો અ્ને વાજેએ ઈન્સપેક્ટરને કહ્યુ હતુ કે કોઈ કોલ આવે તો કહેજે કે વાજે કામમાં છે.

એજન્સી દ્વારા વાજેની આકરી પૂછપરછ થઈ રહી છે. જેના પરિણામે વાજેએ મીઠી નદીમાં ફેંકી દીધેલી કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક, સીડી તથા બે નંબર પ્લેટ મળી હતી. આ નંબર પ્લેટ જે કારની છે તે જાલનામાં સમાજ કલ્યાણ વિભાગમાં ફરજ બજાવતા એક ક્લાર્કની ચોરાયેલી કારની છે.એનઆઈ એ પણ જાણવા માંગે છે કે, આ કારનો વાજે કોઈ ઉપયોગ કરવા માંગતો હતો કે કેમ

દરમિયાન વિસ્ફોટકો ભરેલી કારના માલિક મનસુખ હિરેનની હત્યામાં પકડવામાં આવેલા સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને બૂકી નરેશ ગૌડની પણ એનઆઈએ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here