સ્પાઈસ જેટના ક્રુ મેમ્બર્સ પર ભડક્યા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, આવુ હતુ કારણ

0
20

ભોપાલ, તા. 22. ડિસેમ્બર, 2019 રવિવાર

પોતાના નિવેદનોના કારણે વારંવાર ચર્ચામાં રહેતા ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આ વખતે સ્પાઈસ જેટ એરલાઈન્સ પર ભડક્યા છે.

શનિવારે ભોપાલ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે આ મામલે એરલાઈન સમક્ષ ફરિયાદ પણ નોંધાવી છે.તેમણે કહ્યુ હતુ કે, સ્પાઈસ જેટના કર્મીઓ વિમાન યાત્રીઓ સાથે યોગ્ય વહેવાર કરતા નથી.ભૂતકાળમાં પણ તેમનુ વર્તન યોગ્ય નહોતુ.મારી સાથે આજે પણ આવુ જ થયુ છે.મને જે સીટ એલોટ કરાઈ હતી તે આપવામાં આવી નહોતી.મેં તેમને નિયમ બતાવવા માટે કહ્યુ હતુ.

સાધ્વીએ કહ્યુ હતુ કે, વિમાન સેવા પબ્લિકની સુવિધા માટે છે.લોકોના નેતા હોવાના નાતે આમ આદમીને મળી રહેલી સુવિધા અંગે અમારી પણ જવાબદારી હોય છે.એટલે મારી ફરજ છે કે, હું મને થયેલા ખરાબ અનુભવ અંગે ફરિયાદ કરું.

એવુ મનાય છે કે, દિલ્હીથી ભોપાલ જતી ફ્લાઈટમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે હંગામો પણ કર્યો હતો અને ફ્લાઈટના ક્રુ મેમ્બર પર ખરાબ વર્તનનો આરોપ લગાવ્યો હતો.વિમાન ભોપાલ લેન્ડ થયુ ત્યારે આ વર્તનના વિરોધમાં કેટલીક મિનિટો સુધી સાધ્વીએ વિમાનમાંથી ઉતરવાનો પણ ઈનકાર કરી દીધો હતો.એ પછી એરલાઈનના અધિકારીઓએ તેમને સમજાવ્યા ત્યારે તેઓ ફ્લાઈટમાંથી બહાર આવ્યા હતા.

જોકે સાધ્વીએ ધરણા કર્યા હોવાના આરોપોનો ઈનકાર કર્યો છે.સ્પાઈસ જેટના અધિકારીઓનુ કહેવુ છે કે, તેમની ફરિયાદ અંગે તપાસ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here