પાકિસ્તાની મૂળના નાગરિક અને લેબર પાર્ટીના નેતા સાદિક ખાન ફરી એક વખત લંડનના મેયર બન્યા

0
4

પાકિસ્તાની મૂળના નાગરિક અને લેબર પાર્ટીના નેતા સાદિક ખાન ફરી એક વખત લંડનના મેયર બન્યા છે.તેઓ સતત બીજી વખત મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે.

ગુરુવારે થયેલી સ્થાનિક ચૂંટણીમાં લેબર પાર્ટીનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યુ છે ત્યારે આ એક ચૂંટણીનુ પરિણામ પાર્ટી માટે આશ્વાસન ગણી શકાય તેમ છે.2016માં સાદિક ખાન પહેલી વખત લંડનના મેયર બન્યા હતા.કોઈ પશ્ચિમી દેશના મોટા શહેરના તેઓ પહેલા મુસ્લિમ મેયર હતા.

સાદિક ખાનને બીજી વખતની ચૂંટણીમાં 55.2 ટકા મત મળ્યા છે.જ્યારે તેમના પ્રતિસ્પર્ધી અને કન્ઝર્વેટિવ પાર્ટીના શોન બેલીને 44.8 ટકા મત મળ્યા છે.આ વખતની ચૂંટણી માટે 42 ટકા જેટલુ વોટિંગ થયુ હતુ.ચૂંટણી બાદ સાદિક ખાને કહ્યુ હતુ કે,મને ખુશી છે કે, ધરતી પરના સૌથી મહાન શહેરનુ નેતૃત્વ કરવા માટે લોકોએ મારા પર ભરોસો મુકયો છે.

તેમણે કહ્યુ હતુ કે, મારી બીજી ટર્મમાં રોજગારી પેદા કરવા પર અને વિવિધ સમુદાયો વચ્ચેનુ અંતર ઓછુ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરીશ.

સાદિક ખાન બ્રિટનના યુરોપિયન યુનિયનથી છુટા થવાના નિર્ણયના ટીકાકાર પણ રહ્યા છે.આ ઉપરાંત મુસ્લિમ દેશોના લોકો પર અમેરિકામાં આવવા પર તત્કાલિક ટ્રમ્પ સરકારે મુકેલા પ્રતિબંધની પણ તેમણે આકરી ટીકા કરી હતી.

સાદિક ખાનનો પરિવાર 1970માં લંડન આવ્યો હતો અને તેમણે યુનિવર્સિટી ઓફ નોર્થ લંડનમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here