Friday, April 26, 2024
Homeમાગશર મહિનો અને ખરમાસના વિશેષ સંયોગમાં આજે સફલા એકાદશીનું વ્રત કરવામાં આવશે.
Array

માગશર મહિનો અને ખરમાસના વિશેષ સંયોગમાં આજે સફલા એકાદશીનું વ્રત કરવામાં આવશે.

- Advertisement -

2021નું પહેલું એકાદશી વ્રત 9 જાન્યુઆરી એટલે આજે કરવામાં આવશે. આ માગશર મહિનાના વદ પક્ષની એકાદશી છે. જેને સફલા એકાદશી કહેવામાં આવે છે. આ વખતે એવો સંયોગ બની રહ્યો છે કે આ વર્ષમાં સફલા એકાદશીનું વ્રત 2 વખત કરવામાં આવશે. પહેલું 9 જાન્યુઆરી અને બીજીવાર વર્ષના છેલ્લાં દિવસ એટલે 30 ડિસેમ્બરના રોજ રહેશે. પદ્મ પુરાણમાં આ સમયગાળાને પર્વ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે. વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે આ વ્રત કરવાથી પિતૃઓને પણ સંતુષ્ટિ મળે છે.

માગશર મહિનો અને ખરમાસનો સંયોગ.

માગશર મહિનો અને ખરમાસના સ્વામી ભગવાન વિષ્ણુને માનવામાં આવે છે. ત્યાં જ, સફલા એકાદશીના દેવતા નારાયણ છે. જે માગશર મહિના અને ખરમાસના સંયોગમાં આવે છે. એટલે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને તપસ્યાનું ફળ અનેકગણું વધી જાય છે. સફલા એકાદશી વ્રત કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ભગવાન વિષ્ણુને સમર્પિત એકાદશી વ્રત જીવનમાં સફળતા મેળવવા અને મનોકામનાને પૂર્ણ કરવા માટે ખાસ કરવામાં આવે છે. આ વ્રતને કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે. વિધિ-વિધાનથી આ વ્રતને કરવું જોઇએ. જે પ્રકારે નાગમાં શેષનાગ, પક્ષીઓમાં ગરૂડ અને યજ્ઞમાં અશ્વમેઘ છે તેવી રીતે બધા વ્રતમાં એકાદશીને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ વ્રતની વિધિ અને નિયમ

એકાદશી તિથિએ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું જોઇએ. તીર્થ સ્નાન કરી શકો નહીં તો ઘરના જ પાણીમાં ગંગાજળના ટીપા નાખીને તેનાથી નાહવું જોઇએ. આ એકાદશી તિથિએ તલના સ્નાનનું પણ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. પાણીમાં થોડા તલ મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ. આવું કરવાથી પાપ દૂર થાય છે.

આ એકાદશીએ સૂર્ય પૂજાનું ખાસ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. સૂર્યદેવ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે એટલે તેમને સૂર્ય નારાયણ પણ કહેવામાં આવે છે. માગશર મહિનાના સ્વામી સૂર્ય જ હોવાથી આ દિવસે ઉગતા સૂર્યને જળ ચઢાવવું જોઇએ. તે પછી ચંદન, ચોખા, ફૂલ, ફળ, ગંગાજળ, પંચામૃત અને ધૂપ-દીપથી ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા અને આરતી કરીને ભગવાનને ભોગ ધરાવવો જોઇએ. આ દિવસે શ્રદ્ધા પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને કપડા અને ભોજનની વસ્તુઓનું પણ દાન આપવું.

નિયમ : એકાદશીના દિવસે ખોટું બોલવું નહીં. દિવસે સૂવું નહીં. ચોખા ખાવા નહીં. તુલસી પાન તોડવા નહીં. કોશિશ કરો કે ગુસ્સો ન આવે. કોઇને એંઠુ ભોજન આપવું નહીં. બ્રહ્મચર્યનું પાલન કરવું. પતિ-પત્નીએ એક પલંગ ઉપર સૂવું નહીં. માંસાહાર અને દારૂથી પણ દૂર રહેવું જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular