સેફ્ટી ટિપ્સ : લોકડાઉનમાં કારને મેન્ટેન રાખવા બેટરી, ક્લિનિંગ અને પાર્કિંગ પર ધ્યાન આપો

0
3

કોવિડ-19 રોગચાળાને કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે લોકોની લાઇફની સાથે ગાડીઓની સ્પીડ પર પણ બ્રેક લાગી ગઈ છે. એટલે કે એક બાજુ જ્યાં લોકો ઘરમાં બંધ છે ત્યાં બીજીબાજુ કાર પણ પાર્કિંગમાં ઊભી છે. લોકો પોતાની જાતને ફીટ રાખવા માટે યોગ અને કસરત કરી રહ્યા છે. પરંતુ ગાડીઓની કસરત તો તેને ચલાવવાથી જ થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે કારને પાર્કિંગમાં લોક કરીને મૂકી રાખવામાં આવે તો તેની જાળવણી કરવા માટે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.

ટાટા મોટર્સે સોશિયલ મીડિયા પર કાર સેફ્ટી સંબંધિત કેટલીક ટિપ્સ શેર કરી છે. આ ટિપ્સ ફોલો કરીને કારનો મેન્ટેનન્સ ખર્ચ બચાવી શકાય છે. જેથી, કારમાં કોઈ ખામી નહીં આવે. તો ચાલો આ ટિપ્સ જાણી લઇએ…
1. ફ્યુલઃ 

જો કારની ફ્યુલ ટેંક ફુલ નહીં હોય તો મોઇશ્ચરાઇઝ થવાનું જોખમ રહેલું છે. ખાસ કરીને જ્યારે વરસાદવાળું વાતાવરણ હોય ત્યારે આ સમસ્યા ઊભી થતી હોય છે. તેથી, કારની ફ્યુલ ટેંકને મોઇશ્ચરઝરથી બચાવવા ટેંક ફુલ કરાવવી જરૂરી છે.

2. બેટરી:

જો તમે કાર લોકડાઉનમાં ન ચલાવતા હો તો બેટરી ચાર્જ કરવા માટે કારને અઠવાડિયાંમાં એકવાર 20 મિનિટ સુધી ચાલુ રાખો. જો કોઈ કારણોસર ગાડી લાંબા સમય સુધી એક જ જગ્યાએ ઊભી રાખવી પડે તો બેટરીમાંથી નેગેટિવ થર્મિનલ અલગ કરી દો.

3. ટાયર:

કારને એક જગ્યાએ લાંબા સમય સુધી મૂકવાથી ટાયરની નીચેના ભાગ પર પ્રેશર પડે છે. તેથી, કારને ફ્લેટ સ્પેસ પર ઊભી રાખો. આ ઉપરાંત, તેને સમયાંતરે થોડી આગળ-પાછળ કરતા રહો. ધ્યાનમાં રાખો કે ટાયરનું રબર ક્યાંય કપાઈ તો નથી રહ્યું. તેમાં હવાનું દબાણ બરાબર રાખો.

4. વાઇપર્સઃ 

વાઇપર્સ: જ્યારે ગાડી લાંબા સમય સુધી ઊભી હોય ત્યારે વાઇપર્સમાં રહેલા રબર ખરાબ થવાના ચાન્સિસ વધી જાય છે. આ કિસ્સામાં, વાઇપર્સને લિફ્ટ પોઝિશનમાં રાખો. જો શક્ય હોય તો કારને છાંયડામાં પાર્ક કરો.

5. ક્લિનિંગઃ

ભલે તમે કાર ન ચલાવતા હો પણ તેની સાફસફાઈનું પૂરું ધ્યાન રાખો. કારની અંદર સ્ટિયરિંગ સાથે બીજા ટચ પોઇન્ટને સારી રીતે ક્લિન અથવા સેનિટાઇઝ કરો. જ્યારે પણ તમે કાર ધૂઓ ત્યારે પાણીમાં શેમ્પૂનો ઉપયોગ કરો.

6. પાર્કિંગ:

કારને પાર્કિંગમાં સુરક્ષિત રીતે પાર્ક કરો. હંમેશાં છાંયડાવાળા વિસ્તારમાં કાર પાર્ક કરો. પાર્કિંગ દરમિયાન હેન્ડબ્રેક્સનો ઉપયોગ કરશો નહીં. શક્ય હોય તો તેને ગિયરમાં રાખો. હેન્ડબ્રેક્સ ઘણીવાર કારના ટાયર સાથે જોડાયેલી હોય છે.

7. કવર:

સૌથી છેલ્લી પણ સૌથી જરૂરી ટિપ્સ એ છે કે કારને હંમેશાં કવરથી ઢાંકી રાખો. કવરના કારણે કારની અંદર ધૂળ-માટી અને ગંદકી તો નથી જ ફેલાતી પણ સાથે ડાયરેક્ટ તડકો પણ કારની અંદર જતો નથી. કવરથી કાર હંમેશાં સ્વચ્છ રહેશે અને તેનો કલર પણ ચમકતો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here