Monday, December 5, 2022
Homeદેશદાઉદ ઈબ્રાહિમના સાગરીત રિયાઝ ભાટીની ખંડણીના કેસમાં કરાઈ ધરપકડ

દાઉદ ઈબ્રાહિમના સાગરીત રિયાઝ ભાટીની ખંડણીના કેસમાં કરાઈ ધરપકડ

- Advertisement -

મુંબઈ પોલીસ છેલ્લા કેટલાક મહિનાઓથી ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમના સાગરિતો ઉપર કાર્યવાહી કરી રહી છે. આ મામલે મુંબઈ પોલીસની એન્ટિ એક્સગોર્શન સેલ (AEC) એ વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણીના કેસમાં અંધેરી ખાતેથી દાઉદ ઈબ્રાહીમના નજીકના સાથી રિયાઝ ભાટિયાની ધરપકડ કરી છે. એક વેપારીએ દાવો કર્યો હતો કે ભાટીએ તેની ધમકી આપી હતી અને 30 લાખ રૂપિયા અને 7.5 લાખ રૂપિયાની ગાડીની માંગણી કરી હતી. આ કેસમાં મુંબઈ પોલીસની AECએ રિયાઝ ભાટી સામે FIR નોંધી હતી. આ FIRમાં દાઉદ ઈબ્રાહીમના નજીકના સાગરિત છોટા શકીલ અને સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટનું નામ પણ સામેલ છે.

આ FIRના આધારે પોલીસે રિયાઝની ધરપકડ કરી લીધી છે. AECની ટીમ સલીમ ફ્રૂટની કસ્ટડીની માંગણી કરશે. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી( NIA) એ ગયા મહિને દાઉદ ઈબ્રાહીમની વિરૂદ્ધના એક કેસમાં સલીમ ફ્રૂટની ધરકપડ કરી હતી. રિયાઝ ભાટીને મુંબઈમાં દાઉદનો નજીકનો સાથી માનવામાં આવે છે. જો કે વર્ષ 2016માં રિયાઝ ભાટીએ પોતાના ઉપર લાગેલા આરોપો સહિત દાઉદ સાથે કોઈ પણ પ્રકારના સંબંધો હોવાનો ઈન્કાર કર્યો હતો. ભાટી ઉપર ખંડણી, જમીન પડાવી લેવા વગેરે જેવા આરોપો છે. પોલીસનું માનવું છે કે, રિયાઝ ભાટી કોઈ શૂટર તરીકે નહી પરંતુ લોકોને ડરાવી-ધમકાવીને ખંડણી વસૂલવાનું કામ કરતો હતો.

આ તમામ આરોપો વચ્ચે રસપ્રદ બાબત તો એ છે કે રિયાઝ ભાટી રિયલ એસ્ટેટ, રમત-ગમત અને રાજકારણની દુનિયા સાથે સંકળાયેલો રહ્યો છે. ત્યાં સુધી કે રિયાઝ ભાટી મુંબઈના અંધેરી, ઓશિવારાના પશ્ચિમી સબઅર્બન વિસ્તારમાં બિલ્ડર તરીકે ઓળખાય છે. આ અગાઉ પરમબીર સિંહ કેસમાં રિયાઝ ભાટીનું નામ આવ્યું હતું. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની સામે ખંડણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં દાઉદના સાગરિત રિયાઝ ભાટીની સામે પણ FIR નોંધવામાં આવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ખંડણીના કેસમાં રિયાઝ ભાટીને પૂછપરછ માટે બોલાવ્યો હતો પરંતુ તે ફરાર થઈ ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular