રાજકોટ – 17 વર્ષના સગીરે 8 વર્ષની બાળકીને વોકળામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ

0
0
  • સગીરે બાળકીને ધમકી આપી બળજબરી કરી
પ્રતિકાત્મક તસવીર

સીએન 24,ગુજરાત

રાજકોટકુવાડવા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં 8 વર્ષની બાળા સાથે સગીરે દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઘર નજીક એકલી રમી રહેલી બાળાને જોઈને સગીરે તેને બકાલી વોંકળામાં ઝાડી નીચે લઈ ગયો હતો અને દેકારો કરીશ તો તારા ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ બાળકીના પિતાને થતાં તેઓ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીર આરોપી સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.

પોલીસે બાળાનું તબીબી પરિક્ષણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી

ફરિયાદી પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે હતું કે મારે ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તે પોતે છુટક મજૂરી કરે છે. તેઓ ગઈકાલે કામ પર ગયા હતા. ત્યારે બપોરના સમયે તેની 8 વર્ષની દિકરી ઘરે રડતી રડતી આવતાં મોટી બહેને શું થયું? તેવુ પુછતાં બાળાએ જણાવ્યું હતું કે શાકભાજીનો ધંધો કરતા સગીરે તેનો હાથ પકડીને વોંકળામાં ખેંચી ગયો હતો અને રાડો પાડીશ તો તારા ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપી બળજબરી કરી હતી. મોટી બહેને સમગ્ર ઘટનાની જાણ પિતાને કરી હતી. જેથી પિતાએ સમગ્ર મામલે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સગીર આરોપી સામે IPC 376(2) જે, 376(3) એબી, 506(2) અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે બાળાનું તબીબી પરિક્ષણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here