દહેગામ : દોડ પ્રાથમિક શાળાનો શિક્ષક જે સગીરા ને ભગાડી ગયો હતો તે સગીરા દહેગામ પોલીસ સ્ટેશને હાજર થઇ.

0
0

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના દોડ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો એક શિક્ષક આ જ ગામની એક સગીરાને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો તેવી ફરિયાદ તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ બાબતે પોલીસ અને તેના પરિવાર આ સગીરાની શોધખોળ શરૂ કરી હતી.

પરંતુ અચાનક આ સગીરા દહેગામ પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસે તેની પૂછપરછ કરતા આ સગીરા પોતાની મરજીથી ચાલી ગઈ હોવાનું રટણ કરતી હતી. શિક્ષક સાથે તે દસ દિવસથી ભાગી ગઈ હતી અને કોઈ અજાણ્યા સ્થળે દસ દિવસનો સમય પસાર કર્યો હોય એવી માહિતી આપી હતી. પરંતુ સગીરાની આ માહિતીમાં કઈ જોઈએ તેટલું તથ્ય દેખાતું નથી. તેથી પોલીસે આ શિક્ષક ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ સગીરાની તબીબી તપાસ કરવામાં આવશે તેવી પોલીસ સુત્રોથી માહિતી મળવા પામી છે.

દોઢ ગામની સગીરા પ્રાથમિક શાળાના શિક્ષક સાથે ભાગી ગયા બાદ અચાનક પોલીસ સ્ટેશન એકલી હાજર થઈ.
પોલીસે થકી આ સગીરાની પુછપરછ કરવામાં આવી.
હજી સુધી શિક્ષક પકડાયેલ નથી.

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here