Thursday, October 28, 2021
Homeબનાસકાંઠા : સગીરાનું અપહરણ કરી અંબાજી નજીક અવાવરૂ જગ્યાએ ગોંધી રાખી આચર્યું...
Array

બનાસકાંઠા : સગીરાનું અપહરણ કરી અંબાજી નજીક અવાવરૂ જગ્યાએ ગોંધી રાખી આચર્યું દુષ્કર્મ

દિયોદરના ડુચકવાડા ગામે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, મહિલા સહિત ચાર લોકો સામે ફરિયાદ

 

 

બનાસકાંઠામાં 14 વર્ષિય સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. હવસખોર હેવાને સગીરાને અવાવરૂ જગ્યાએ 3 દિવસ ગોંધી રાખી હતી. હાલ પોલીસે ચાર લોકો સામે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, બનાસકાંઠાના દિયોદર તાલુકાના ડુચકવાડાની એક સગીર વયની યુવતીનું રામપુરાના શખ્શે અપહરણ કરી અંબાજી લઈ જઈ દુષ્કર્મ ગુજારતા પોલીસ મથકે મહિલા સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સગીરાને લલચાવી  ફોસલાવીને ગાડીમાં અપહરણ કરી તેને અંબાજી નજીક અવાવરૂ જગ્યાએ બંધક બનાવી ત્રણ દિવસ સુધી ગોંધી રાખી હતી. જ્યાં આરોપીએ સગીરાને પીંખી નાખી હતી.

જણાવી દઇએ, ફરિયાદના 4 દિવસ અગાઉ રામપુરાના શખ્સ કમલેશભાઈ પટેલે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. અન્ય શખ્સોની મદદથી સગીરાનું અપહરણ કરી અંબાજી ખાતે લઇ ગયો હતો. હાલ, દિયોદર પોલીસ સ્ટેશનમાં 1 મહિલા સહિત 4 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી આરોપીઓને પકડવા પોલીસે ચક્રો કર્યા ગતિમાન કર્યા છે.

પોલીસે દુષ્કર્મનો આરોપી કમલેશભાઈ પટેલ, અપહરણ કરનાર નીરૂબેન ભરતભાઇ મોદી(રહે ડુચકવાડા), ભરતભાઈ જીવાભાઈ મોદી(રહે.વાતમ નવા), કમલેશભાઈ જીવરાજભાઈ પટેલ(રહે.રામપુરા) અને રાકેશભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments