સુરત : મોબાઇલમાં ગેમ રમવામાં મશગૂલ સગીરા 12માં માળેથી પડતા મોત.

0
8

સુરતમાં ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં બારમાં માળે બારી પાસે મોબાઇલમાં ગેમ રમતા અચાનક પડી જતા 17 વર્ષીની પુત્રીનું કરૂણ મોત નિપજ્યું છે.

આ ઘટનાની વિગત એવી છે કે, મૂળ રાજસ્થાનના ઝાલોરના વતની એવા કાપડના વેપારી મુકેશ પુરોહિત પરિવાર સાથે પાલ-ભાઠા રોડ પર બાગબાન સર્કલ પાસે ગ્રીનપાર્ક સોસાયટીમાં રહે છે. તેમની ટેક્સટાઇલ માર્કેટમાં સાડીની દુકાન છે. તેમને સંતાનમાં ત્રણ દીકરી અને છ વર્ષનો દીકરો છે. આ પૈકી ધોરણ 10માં ભણતી 17 વર્ષીય પુત્રી સોમવારે સાંજે ભાઈ સાથે કોમન પેસેજમાં બેસી મોબાઇલ પર ગેમ રમતી હતી. બારીની એક ઈંટની પાળી પર બેસીને રમતી 17 વર્ષની છોકરી મોબાઇલમાં ગેમ રમવામાં મશગુલ થઈ જતાં અચાનક સંતુલન ન રહેતા બારમા માળે બારીમાંથી સીધી નીચે પટકાઈ હતી. તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી ને લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડાઈ હતી પણ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.

આ ઘટના સોમવારે સાંજે બની ત્યારે પિતા દુકાને હતા જ્યારે માતા બજારમાં ખરીદી કરવા ગઈ હતી. ઈચ્છાપોર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here