Wednesday, September 29, 2021
HomeSAI વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને ગાંધીનગરથી ઝડપી લીધો
Array

SAI વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને ગાંધીનગરથી ઝડપી લીધો

શહેરમા આવેલી સાઇ સ્પોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયામાં હેન્ડબોલની તાલીમ લેતી તાલીમાર્થી પર સહ તાલીમાર્થીએ મજબુરીનો લાભ ઉઠાવી ગાંધીનગર શહેરના સેક્ટર-16માં આવેલી હોટલમાં દુષ્કર્મ ગુજાર્યું હતુ. આરોપીએ કપટથી દુષ્કર્મનો વીડીયો ઉતારી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેને લઇને તાલીમાર્થીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ગાંધીનગરમાંથી જ ઝડપી લીધો હતો.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં રહેતી અને શહેરમાં આવેલી સ્પોર્ટ એકેડમીમાં તાલીમ લેતી 16 વર્ષીય કિશોરીએ પોતાની સાથે તાલીમ લેતા 20 વર્ષીય રવિ ઈશ્વરસિંહ ઘનઘસ (રહે ધનાના, તા. જી ભિવાની, હરિયાણા) દ્વારા તેની મિત્ર હોસ્પિટલમા સારવાર લેતી હોવાથી ખબર અંતર જાણવા ગયો હતો. જ્યાં આ 16 વર્ષીય કિશોરી પણ ખબર જાણવા આવી હતી. ત્યારે બંને વચ્ચે વાતચિત થઇ હતી અને સામાન્ય મિત્રતામાં પરિણમી હતી. આ દરમિયાન કિશોરીનો અભ્યાસ પૂરો થતો હોવાથી હોસ્ટેલ ખાલી કરવાનું કહેવામા આવ્યુ હતુ.

તે સમયે રવિએ સેકટર 16 માં આવેલ કેપિટલ ગેસ્ટ હાઉસમાં રૂમની વ્યવસ્થા કરી આપી હતી. જ્યાં સગીરા સાથે તેની બહેનપણી પણ રોકાઈ હતી. બાદમાં હરિયાણાથી રવિ આવેલો અને સગીરાને બીજા રૂમમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. 2 દિવસ પછી સગીરા પોતાના વતન જતી રહી હતી પરંતુ રવિ તેને ફોન કરીને બ્લેક મેઈલ કરવા લાગ્યો હતો. તેણે સગીરાને ફરી પાછી ગાંધીનગર બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. આમ વારંવારની બ્લેક મેઈલિંગથી કંટાળીને સગીરાને તેની માતાએ જાણ કરી હતી.

એસીએસટી સેલના ડીવાએસપી બી.જે.ચૌધરીની આગેવાનીમાં કેસને હેન્ડલ કરવામા આવ્યો હતો. રવિને પકડવા ટીમ બનાવાઈ હતી. જેમાં પોલીસને માહિતી મળી હતી કે, રવિ ગાંધીનગર આવ્યો છે, તેને લઇને પોલીસની ટીમે રવિને ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા આરોપીએ ક્યાં અને કેવી સ્થિતિમાં દુષ્કર્મ કરવામાં આવ્યુ સહિતની તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments