જિનપિંગને સલાહ : ચીન સરકારના એડવાઇઝરે કહ્યું- બાઇડનના સમયમાં અમેરિકા સાથે સંબંધ સુધરવાનો વહેમ ન રાખશો.

0
3

વિદેશ મામલા અંગે સરકારને સલાહ આપનાર એક ચીની થિંક ટેન્કે કહ્યું હતું કે અમેરિકમાં આવનારી નવી સરકારના સમયમાં પણ બન્ને દેશના સંબંધ સુધરવાની આશા નથી. આ થિંક ટેન્કના જણાવ્યા પ્રમાણે, ચીન સરકારને એ વહેમમાં સહેજ પણ ન રહેવું જોઈએ કે જો બાઈડનના આવનારા શાસનકાળમાં અમેરિકા અને ચીનના સંબંધમાં કોઈ સુધારો આવશે.

થોડાક દિવસ પહેલાં સિંગાપોરના એક છાપાએ પણ એક રિપોર્ટમાં એક્સપર્ટ્સના હવાલાથી આ વાત કહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં અમેરિકા અને ચીનના સંબંધ નીચલા સ્તરે પહોંચી ગયા હતા. બન્ને દેશ વચ્ચે ઘણા મુદ્દે તણાવ ચાલી રહ્યો છે.

બાઈડન ચીન પર કડક વલણ રાખશે

એડવાન્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ગ્લોબલ ચાઈના સ્ટડીઝના ડીન ઝેન્ગ યોન્ગનિયાને પોતાની સરકારને અમેરિકાની નવી સરકાર અંગે આ સલાહ આપી છે. ઝેન્ગના જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં હવે કોઈ પણ સરકાર આવે, તેનું વલણ ચીન માટે કડક જ રહેશે. એટલા માટે એ જરૂરી છે કે ચીન દરેક તકનો ઉપયોગ યોગ્ય રીતે કરે, જેનાથી બન્ને દેશના સંબંધ સુધરી શકે.

સારો સમય વીતી ચૂક્યો છે…

ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં ઝેન્ગે કહ્યું- આપણે એ સ્વીકારી લેવું જોઈએ કે બન્ને દેશના સારા સંબંધોનો સમય વીતી ચૂક્યો છે. હાલ જે તણાવ છે તેના વિશે આપણે એ આશા ન રાખવી જોઈએ કે રાતોરાત બધું સરખું થઈ જાય. ઝેન્ગે ઓગસ્ટમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને ચીનની લોન્ગ ટર્મ ફોરેન પોલિસી અંગે સૂચનોનો એક દસ્તાવેજ સોંપ્યો હતો.

અમેરિકન જનતા હવે ચીન વિરુદ્ધ

ઝેન્ગે જિનપિંગને સોંપેલા ફોરેન પોલિસી વિઝન ડોક્યુમેન્ટમાં પણ કહ્યું હતું કે અમેરિકન જનતા પણ હવે એવું માનવા લાગી છે કે ચીનને અટકાવવું ખૂબ જ જરૂરી છે. ઝેન્ગે કહ્યું હતું કે જો બાઈડનની સરકાર હવે ટૂંક સમયમાં આવી જશે. બાઈડન પણ અમેરિકન જનતાના વિચાર વિરદ્ધ નિર્ણય લેવાનું જોખમ ખેડવાની ભૂલ નહીં કરે. તે જ્યારે વ્હાઈટ હાઉસમાં પહોંચશે તો આ વિચારને ધ્યાનમાં રાખશે. એટલા માટે મને નથી લાગતું કે આપણે બાઈડનના સમયમાં બન્ને દેશોના સંબંધ સુધરે તેવી આશા રાખવી જોઈએ.

બાઈડન નબળા રાષ્ટ્રપતિ સાબિત થઈ શકે છે

ઝેન્ગે કહ્યું, મારા હિસાબથી બાઈડન નબળા રાષ્ટ્રપતિ સાબિત થશે. જો તે ઘરેલુ મુદ્દાઓનો નિવેડો ન લાવી શક્યા તો ડિપ્લોમેટિક ચેનલ્સ દ્વારા ચીનને ટાર્ગેટ કરશે. ટ્રમ્પ ક્યારેય જંગ શરૂ કરવા માટે ઉતાવળા નહોતા જોવા મળ્યા, જ્યારે બાઈડનના સમયમાં આવું થવાની સંભાવના છે. ટ્રમ્પના સમયમાં અમેરિકા અને ચીનના સંબંધ હંમેશાં તણાવ ભરેલા હતા. ખાસ કરીને કોવિડ-19 અને માનવાધિકાર ઉપરાંત સાઉથ ચાઈના સીના મુદ્દે બન્ને દેશોમાં ઘર્ષણ વધતું ગયું. બાઈડને તો બે ચૂંટણી રેલીમાં જિનપિંગને ઠગ પણ કહી દીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here