સૈફ અલી ખાનની ‘લાલ કપ્તાન’ 11 ઓક્ટોબરે રિલીઝ થશે, ત્રણ ફિલ્મ્સ સાથે ટકરાશે

0
0

મુંબઈઃ સૈફ અલી ખાનની ફિલ્મ ‘લાલ કપ્તાન’ નાગા સાધુઓ પર આધારિત છે. આ ફિલ્મ 11 ઓક્ટોબર, દશેરાના દિવસે રિલીઝ થશે પહેલાં ચર્ચા હતી કે આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલિઝ થશે. જોકે, હવે આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થશે, તેવી જાહેરાત ફિલ્મના પ્રોડ્યૂસર આનંદ એલ રાયે કરી છે. આ જ દિવસે પ્રિયંકા ચોપરાની ‘ધ સ્કાય ઈઝ પિંક’ રિલીઝ થઈ રહી છે.

‘લાલ કપ્તાન’ કઈ ફિલ્મ્સ સાથે ટકરાશે?

1. હાલમાં જ ‘લાલ કપ્તાન’નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું

ડિરેક્ટર નવદિપ સિંહની ‘લાલ કપ્તાન’નું ટીઝર હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સૈફ અલી ખાનનો અલગ જ લુક જોવા મળ્યો હતો. આ ટીઝરને ચાહકો તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મમાં બે ભાઈઓના ઝઘડાં તથા બદલાની વાત કરવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ સૈફ અલી ખાને ઘણાં સમય પહેલાં જ પૂરું કરી લીધું છે.

2. પ્રિયંકાની ફિલ્મ પણ રિલીઝ થશે

11 ઓક્ટોબરના રોજ પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’ પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મને સિદ્ધાર્થ કપૂર રોયે પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે પૂરું થયું હતું. શોનાલી બોસે આ ફિલ્મે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની રિલીઝ ડેટ બહુ પહેલેથી જ નક્કી કરવામાં આવી હતી.

3. કુનાલ ખેમુની ફિલ્મ

આ ઉપરાંત સૈફ અલી ખાનની ફિલ્મ પહેલી જ વાર પોતાની બહેન સોહા અલી ખાનના પતિ કુનાલ ખેમુની ફિલ્મ ‘લૂટકેસ’ સાથે ટકરાશે.

4. અમિતાભની ફિલ્મ પણ આ જ દિવસે રિલીઝ થાય તેવી શક્યતા

એવી પણ ચર્ચા છે કે આ જ દિવસે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઝૂંડ’ પણ રિલીઝ થશે. ડિરેક્ટર નાગરાજ મંજુલેની આ ફિલ્મ પહેલાં 20 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. જોકે, આ સમય દરમિયાન 2-3 ફિલ્મ્સ રિલીઝ થવાની હોવાથી હવે ‘ઝૂંડ’ની રિલીઝ ડેટ ચેન્જ કરવામાં આવી તેવી શક્યતા છે. 11 ઓક્ટોબરના રોજ અમિતાભ બચ્ચનનો જન્મદિવસ પણ છે. તેથી આ જ દિવસે ફિલ્મ રિલીઝ કરવામાં આવે તેમ ડિરેક્ટર ઈચ્છી રહ્યાં છે. જોકે, હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here