SAIL 3 સ્ટીલ પ્લાન્ટનો હિસ્સો વેચશે, બિડિંગ માટેની ડેડલાઇન લંબાવી

0
24

દિલ્હીઃ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સેલ)ની ત્રણ સ્ટીલ ફેકટરીઓના હિસ્સો વેચાણ માટે પ્રારંભિક બિડ રજૂ કરવાની છેલ્લી તારીખ ર૦ ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી છે. સેલ વેબસાઈટ પર જણાવાયું છે કે, ભૌતિક રૂપમાં રસપત્ર (ઈઓઆઈ) જમા કરવાની તારીખ ૧ ઓગસ્ટ થી ર૦ ઓગસ્ટ ર૦૧૯ સુધી લંબાવી દેવામાં આવી છે.

જોકે મુદત લંબાણમાં વધારવાના કારણો જણાવવામાં આવ્યા નથી. સરકારે અગાઉ સેલના ત્રણ પ્લાન્ટમાં ૧૦૦ ટકા હિસ્સો વેચવા માટે બિડ માંગી હતી. રોકાણ અને જાહેર સંપત્તિ સંચાલન વિભાગ (દીપમ)એ સેલના મિશ્ર ઈસ્પાત પ્લાન્ટ (એએસપી), સાલેમ ઈસ્પાત પ્લાન્ટનો સંપર્ક કર્યો છે. અને (એસએસપી) અને વિશ્વેશ્વરાય આયર્ન એન્ડ સ્ટીલ ફેકટરી (વીઆઈએસપી)ના બિડરો દ્વારા રસપત્રો મંગાવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here