લાખણી : બળિયા હનુમાન મંદિર ખાતે તપસ્યા કરતા દિવ્યમૂર્તિ સમાન સંત પંકજમુની બાપુ

0
10

આઈ.એસ અને આઈ.પી.એસ માતાપિતાના સંતાને સંસારનો ત્યાગ કર્યો…..

દેશ પ્રેમ જેમના રગ રગમાં વ્યાપેલ છે એવા ક્રાંતિકારી સંત છે પંકજમુની બાપુ.

લાખણી : આજના આધુનિક યુગમાં જીવતા યુવાધન અને પશ્ચિમ સંસ્કૃતિ નું ઓધળું અનુકરણ કરતા લોકોના માનસમાં ભારતીય સંત વિશે એક અલગ છાપ ઉભી થઇ રહી છે ભગવા કપડાં પહેરવા કપાળમાં મોટા તિલક કરવા આશ્રમ ખોલીને  ભક્તો બનાવવા શિષ્યો બનાવવા અને ભૌતિક સુખ સુવિધાઓથીમાં મસ્ત રહેવું અને લોકોને પોતાની વાત જ સાચી છે પોતે જ ભગવાન છે એવો વ્યવહાર કરવો આવી છાપ ઉભી કરી છે પણ વાસ્તવમાં એવું નથી આટલા મોટા દેશમાં બે-ચાર સંતોના કારણે આખા સનાતન ધર્મના સંતો વિશે ખરાબ વિચારવું તદ્દન અયોગ્ય છે ભારતીય સંસ્કૃતિ અને ભારત દેશની આન-બાન અને શાન છે ભારતીય સંતો એમાં કોઈ શંકા નથી.

અધકચરું જ્ઞાન ધરાવતા લોકો મનમાં એવું વિચારે છે કે જેમને કમાવવા ની તાકાત ન હોય ભણવામાં હોશિયાર ન હોય અથવા ભણવું ન હોય એવા લોકો સંસાર છોડી ને સાધુ થાય છે પણ એ વાત તદ્દન ખોટી છે જેમને સંસારની મોહમાયા નો ભંગ થાય છે એ લોકો જ સંસારનો ત્યાગ કરીને સંત બને છે આજે આપણે એક એવા પરિવારના વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જે આપણને ઓચકો લાગશે એ વાત સાંભળીને થરાદમાં નર્મદા કેનાલ ઉપર દૂધ શીત કેન્દ્રની સામે વાવ રોડ ઉપર આવેલ બળિયા હનુમાન મંદિર-થરાદમાં એક આસને બેસીને કઠોર તપસ્યા કરતા તપસ્વી સંત પંકજમુની બાપુની વાત કરવાની છે મધ્યપ્રદેશના ખંડવાલ જિલ્લાના રહેવાસી પ્રેમશંકર મિશ્રા(આઈ.એસ. અધિકારી) અને ગીતાદેવી મિશ્રા (આઇ.પી.એસ,અધિકારી)ના ત્રીજા સંતાન એટલે પંકજમુની બાપુ સ્વાભાવિક રીતે વિચારી શકાય છે કે જેના માતા પિતા આટલા મોટા અધિકારી હોય એ પરિવારમાં સુખ સાહબી અને ઐયાશી ની શુ કમી હોય?

૩ ફેબ્રુઆરી ૧૯૮૪ માં પંકજમુની બાપુનો જન્મ થયો શરૂઆતનું શિક્ષણ ગામમાં લીધા પછી તેમના પિતાએ તેમને વધુ સારું શિક્ષણ મેળવવા માટે મુંબઈ નગરીમાં મૂકી દીધા અને ત્યાં આગળ તેમણે ધોરણ ૭ સુધીનો અભ્યાસ કર્યો પણ પૂર્વજન્મના કોઈ કર્મના કારણે પંકજમુની બાપુ નું મન સંસારમાં લાગતું ન હતું તેમને પોતાના માતા પિતાની આ વૈભવશાળી જિંદગી તેમને ગમતી ન હતી તેઓ શરૂઆત થી જ સ્વભાવે ઉગ્ર અને સ્પષ્ટવક્તા હતા એટલે એમને ઘરમાં ફાવતું ન હતું સંસાર ની મોહમાયામાં મન લાગતું ન હતું  એટલે બાપુએ ૧૩ વર્ષની ઉંમરે ઘર અને સંસારનો ત્યાગ કર્યો અને તેઓ નેપાળમાં બૌદ્ધભીક્ષુકો સાથે રહ્યા અને ત્યાં આગળ તેમને સૂર્યના કિરણોથી પોતાના શરીરને કઈ રિતે ચલાવવુ સહિતની સાધનાઓ સિદ્ધિ કરી ત્યારપછી બાપુ જૈન સાધુઓ સાથે પણ રહ્યા અને મુસ્લિમો સાથે પણ થોડો સમય રહ્યા તેમના મનમાં સતત કઈક ને કઈક શીખવા અને જાણવા ની જિજ્ઞાસા રહેતી હતી બાપુ સનતાન ધર્મ માંથી આવતા અને તેમને બધામાં ફર્યા પછી પણ એ ખબર પડી કે સનાતન ધર્મ જ શ્રેષ્ઠ છે.

પંકજમુની બાપુએ છેલ્લા ૧૯ વર્ષથી અન્ન ગ્રહણ કર્યું નથી અને હાલ એમની ઉંમર માત્ર ૩૬ વર્ષની જ છે આટલી નાની ઉંમરમાં બાપુએ ભારતભરના ૧૭ રાજ્યોમાં કઠોર તપસ્યાઓ કરી છે તેમનો આશ્રમ તો મધ્યપ્રદેશના જંગલમાં આવેલ છે જે કાલીઘોડી તરીકે પ્રખ્યાત છે આ વિસ્તારમાં નકસલવાદનો ત્રાસ છે ત્યાં આગળ રહીને બાપુએ લોકોને ભય મુક્ત બનાવીને નીડરતા પૂર્વક જીવન જીવતાં શીખવ્યું સંત ચલતા ભલા એમાં બાપુ માને છે કોઈ એક જગ્યાની વધારે આશક્તિ લાગે એ સારું નહિ માટે અલગ અલગ જગ્યાએ કઠોર તપસ્યાઓ કરે છે વર્ષ દરમિયાન ૮ થી ૧૦ મહિના તપસ્યાઓમાં જાય છે અને બાકીના ટ્રાવેલિંગ અને આશ્રમની દેખભાળમાં પસાર થાય છે આટલી કઠોર તપસ્યા અન્ન જળ નહિ લેવાનું તેમ છતાં બાપુ નું શરીર એકદમ સ્વસ્થ અને તેજસ્વી છે આજદિવસ સુધી તેમને કોઈ મેડિકલ ચેકઅપ કરાવ્યું નથી સૂર્યના કિરણોની જેમ બાપુ નું શરીર ચમકે છે ના કોઈ થાક ના કોઈ આળસ જ્યારે મળો ત્યારે એકદમ સ્વસ્થ જ હોય એમના અવાજમાં એટલી મજબૂતાઈ કે સામે વાળાને એમ લાગે કે આ કોઈ ક્રાંતિકારી બોલી રહ્યા છે અને ખરેખર છે પણ ક્રાંતિકારી એમની એક જ વાત છે કે રાષ્ટ્ર પ્રથમ બીજું બધું જ સાઈડમાં રાખીને રાષ્ટ્ર ની વાત આવે ત્યારે બધાએ તૈયાર રહેવું જોઈએ રાષ્ટ્ર સુરક્ષિત રહેશે તો જ આપણે અને આપણો ધર્મ સુરક્ષિત રહીશું દેશના દરેક યુવાનોએ બહાદુર અને નીડર બનવું જોઈએ.

વંદનીય પંકજમુની બાપુએ લોકોને સંદેશ આપતા જણાવ્યું કે લોકોમાં અહંકાર ન હોવો જોઈએ પણ સ્વાભિમાન હોવું જોઈએ બધું જ હારી જશો તો ચાલશે પણ સ્વાભિમાન ક્યારેય ન હારો વ્યક્તિએ પોતાનો સંકલ્પ મજબૂત રાખવો જોઈએ દ્રઢ સંકલ્પ અને મજબૂત મનોબળ વગરનો માણસ જીવનમાં કઈક ક કરી શકતો નથી મજબૂત સંકલ્પ ની સામે ગમે તેટલા વિઘ્નો આવે તો પણ એ સંકલ્પ ક્યારેય તૂટવો ન જોઈએ સંકલ્પ વગર સિદ્ધિ મળતી નથી માણસે ભયમુક્ત જીવન જીવવું જોઈએ સનાતન ધર્મમાં ક્યારેય ક્યાંય પણ ભય બતાવ્યો નથી આ તો તથાકથિત ધર્મના ઠેકેદારોએ લોકોમાં ધર્મના નામનો ભય ઉભો કર્યો છે ધર્મમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખનારને ક્યારેય કોઈપણ પ્રકારનો ભય લાગતો નથી સ્વર્ગ અને નર્ક નો ભય રાખ્યા વગર લોકોએ કર્મ કરવા જોઈએ કોઈનો મોહ પણ ન હોવો જોઈએ અને કોઈનો ડર પણ ન હોવો જોઈએ માણસે નિર્ભય અને સાહસિક બનવું જોઈએ જે વ્યક્તિ સાહસ કરે છે એજ કઈક પ્રાપ્ત કરી શકે છે દ્રઢ સંકલ્પ અને સાહસિક વ્યક્તિના માર્ગમાં આવનાર તમામ વિઘ્નો ચૂર ચૂર થઈ જાય છે અને પહાડોમાં પણ રસ્તાનું નિર્માણ કરે છે કુદરતે આટલું અમૂલ્ય જીવ માણસ ને આપ્યું છે ત્યારે માણસે માત્ર ભૌતિક સુખ પાછળ દોડવું ન જોઈએ અત્યારે લોકો પૈસા ને સર્વસ્વ માનવા લાગ્યા છે તે ખોટું છે પૈસો જરૂરી છે પણ સર્વસ્વ નથી બધું અહીજ પડી રહેવાનું છે અને આપણે ચાલ્યા જઈશું પ્રાણી માત્ર ની ચિંતા કરવી જોઈએ સર્વ જન હિતાયે સર્વ જન સુખાયેનો ભાવ રાખવો જોઈએ.

આવા દિવ્ય સંત આપણા આંગણે કઠોર તપસ્યા કરી રહ્યા હોય એ આપણા સૌના માટે ગૌરવની વાત છે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે લોકો સાવધાન બનીને સરકારની ગાઈડલાઈન નું ચુસ્ત પાલન કરીને વંદનીય સંતના દર્શનનો લાભ લેશો.

 

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા