સાયરા બાનોનો 75મો જન્મદિવસ : 8 વર્ષની ઉંમરે જ મિસિસ દિલીપ કુમાર બનવાનું સપનું જોવા લાગ્યા હતા, લગ્ન પછી માતા ન બની શકવાનું દુઃખદ કારણ સામે આવ્યું હતું

0
10

એક્ટ્રેસ સાયરા બાનોનો આજે 23 ઓગસ્ટે 75મો જન્મદિવસ છે. ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સાયરાનું દિલ 22 વર્ષ મોટા દિલીપ કુમાર પર આવી ગયું હતું પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે જ્યારે સાયરા બાનો સાથે દિલીપ કુમારને એક ફિલ્મ ઓફર થઇ હતી તો તેમણે તેની સાથે કામ કરવા માટે ના પાડી દીધી હતી. તેનું કારણ એ હતું કે દિલીપ કુમારને લાગતું હતું કે તેમની જોડી ફિલ્મમાં સારી નહીં લાગે કારણકે બંનેની એજમાં ઘણો ગેપ છે.

(બાળપણથી જ મિસિસ દિલીપ કુમાર બનવાનું સપનું જોયું)

1952માં આવેલી ફિલ્મ આનમાં દિલીપ કુમારને જોઈને સાયરા તેમને પ્રેમ કરવા લાગી હતી. તે સમયે સાયરા માત્ર 8 વર્ષના હતા.

મિસિસ દિલીપ કુમાર બનવાની સાયરાની તૈયારી
(મિસિસ દિલીપ કુમાર બનવાની સાયરાની તૈયારી)

 

સાયરાએ તેમની લવ સ્ટોરી જણાવતા કહ્યું હતું કે, હું મારા સ્કૂલ ટાઇમથી જ મિસિસ દિલીપ કુમાર બનવા ઇચ્છતી હતી. જ્યારે હું નાની હતી અને લંડન ભણતી હતી ત્યારથી હું એવું વિચારતી કે હું એક દિવસ મિસિસ દિલીપ કુમાર બનીશ. મારી માતાએ મને કહ્યું હતું કે, તમારે મિસિસ દિલીપ કુમાર બનવા માટે એવા જ શોખ રાખવા જોઈએ જેવા દિલીપ કુમારને છે. જ્યારે હું ભારત આવી તો મને ખબર પડી કે દિલીપ કુમારને સિતારનો ઘણો શોખ છે, તો પછી મેં પણ સિતાર શીખવાનું શરૂ કર્યું. દિલીપ સાહેબ ઉર્દુમાં એક્સપર્ટ હતા એટલે મેં પણ ઉર્દુ શીખવાનું શરૂ કર્યું.

મારી માતાએ મારું કરિયર શરૂ થયા પછી મારું ઘર બનાવવા માટે વિચાર્યું તો તે જ જગ્યા પસંદ કરી જ્યાંથી દિલીપ કુમારનું ઘર નજીક પડે. તેમના ઘરની સામે જ મારું ઘર બનાવ્યું. આ તેમના બંગલાથી માત્ર બે બંગલા દૂર હતું. કહેવાય છે ને કે ‘તેરે દર કે સામને એક ઘર બનાઉંગા’.

11 ઓક્ટોબર 1966ના રોજ લગ્ન થયાં
(11 ઓક્ટોબર 1966ના રોજ લગ્ન થયાં)

 

તે દરમ્યાન હું મેરે પ્યાર મોહબ્બતનું શૂટિંગ કરી રહી હતી. 23 ઓગસ્ટ 1996નો દિવસ હતો જ્યારે મારો જન્મદિવસ પણ હતો અને માતાએ તે ઘરની હાઉસ વોર્મિંગ પાર્ટી પણ રાખી. હું ફિલ્મિસ્તાન સ્ટુડિયોથી શૂટિંગ કરીને ઘરે આવી તો ત્યાં પાર્ટીમાં મારા કો-સ્ટાર્સ, ડિરેક્ટરનો મેળો લાગ્યો હતો. અચાનક મેં શું જોયું, કે દિલીપ કુમાર ખુદ આવ્યા છે. મારી માતાએ ખાસ ઇન્વાઇટ કર્યા હતા. તે મારા માટે મારી લાઈફની સૌથી સારી ગિફ્ટ હતી. પાર્ટી બાદ બંનેનું હળવા મળવાનું શરૂ થયું અને પછી 11 ઓક્ટોબર 1966ના રોજ તેમનાં લગ્ન થઇ ગયાં.

સાયરા અને દિલીપ પેરેન્ટ્સ ન બની શક્યા

બંનેની અદભુત લવ સ્ટોરી લગ્ન સુધી તો પહોંચી ગઈ પરંતુ તેમનું માતાપિતા બનવાનું સપનું અધૂરું રહી ગયું. આવું કેમ થયું તેનો ખુલાસો દિલીપ કુમારે તેમની ઓટોબાયોગ્રાફી ધ સબસ્ટેન્સ એન્ડ ધ શેડમાં કર્યો હતો.

8 મહિનાની પ્રેગ્નન્સીમાં સાયરાને બ્લડ પ્રેશરની તકલીફ પડી
(8 મહિનાની પ્રેગ્નન્સીમાં સાયરાને બ્લડ પ્રેશરની તકલીફ પડી)

 

બુકમાં દિલીપ કુમારે કહ્યું છે કે, હકીકત એ છે કે 1972માં સાયરા પહેલીવાર પ્રેગ્નન્ટ થઇ. તે દીકરો હતો (જે અમને પાછળથી ખબર પડી). 8 મહિનાની પ્રેગ્નન્સીમાં સાયરાને બ્લડ પ્રેશરની તકલીફ પડી. તે સમયે પૂર્ણ રીતે વિકસિત થઇ ચૂકેલા બાળકને બચાવવા માટે સર્જરી કરવી સંભવ ન હતી અને શ્વાસ રૂંધાવાને કારણે બાળકનું મૃત્યુ થઇ ગયું. દિલીપ કુમારના જણાવ્યા મુજબ આ ઘટના પછી સાયરા ક્યારેય પ્રેગ્નન્ટ ન થઇ શકી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here