દહેગામ : રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મીશન મંગલ અંતર્ગત સખી મંડળનો વર્કશોપ કાર્યક્રમ યોજાયો

0
0

દહેગામ તાલુકા પંચાયત હોલ ખાતે બ્રેકીંગ કોસ્સોપોન્ડસ સખી મંડળનો વર્કશોપ કાર્યક્રમ યોજાયો તેમા દહેગામ તાલુકાના ૪૨ ગામોની મહિલાઓ હાજર રહેવા પામી હતી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયત હોલ ખાતે આજે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મંડળ અંતર્ગત સખી મંડળની બહેનોને બીસી સખી તરીકે બેંકનુ કામકાજ કરી શકે તે માટેનુ એક વર્કશોપ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. તેમા આજે ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજંસીના અધિકારી એચ બી રાખશિયા અને જિલ્લા મેનેજર નીકુજભાઈ અને તાલુકાના લાઈવબીહુડના મેનેજર નલીનીબેન તેમજ બીપીનભાઈ પરમાર જેવા સરકારી કર્મચારીઓ હાજર રહીને દહેગામ તાલુકના ૪૨ ગામોમાંથી આવેલી તમામ સખી મંડળની બહેનોને સ્વચ્છતા અભિયાનની પ્રતિજ્ઞા લેવડાવવમા આવી હતી.

તેમજ ગામમા ગંદકી કરવી નહી અને કરવા દેવી નહી, પ્લાસ્ટીકનો યોગ્ય નીકાલ કરવો અને પ્લાસ્ટીકની કોથડીઓ વાપરવી નહી. ગ્રામ્ય અને શહેરનો લીલા અને વાદળી રંગની કચરા પેટીનો ઉપયોગ કરવો અને કચરો ગમે ત્યા ફેકવો નહી. તેવી પ્રતિજ્ઞા લેવડાવવામા આવી હતી. અને આ સમયે જિલ્લાના ગ્રામ વિકાસ એજંસીના અધિકારીએ આ બાબતે વિસ્તુત માહીતી આપી હતી. અને ટ્રેનીંગમા ગયા પછી તમને ગમે તે બેંકમા કમીશનના ધોરણે નીમણુક આપવામા આવશે તેવી માહિતી આપવામા આવી હતી. આમ આજે આ કાર્યક્રમમા દહેગામ તાલુકાની ૪૨ ગામોની સખી મંડળની મહિલાઓ મોટી સંખ્યામા હાજર રહેવા પામી હતી.

બાઈટ : એચ. બી. રાખશિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજંસી, ગાંધીનગર

 

  • દહેગામ તાલુકા પંચાયત હોલ ખાતે આજે દહેગામ તાલુકાની સખી મંડળની બહેનો મોટી સંખ્યામા હાજર રહેવા પામી હતી
  • આ કાર્યક્રમના શુભારંભમા સ્વચ્છતા અભિયાનની પ્રતિજ્ઞા લેવડાવવા આવી હતી
  • અને સખી મંડળની બહેનોને આ કાર્યક્રમમા રોજગારી મળી રહે તે વીશેની વિસ્તુત માહિતી આપવામા આવી હતી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here