Tuesday, March 18, 2025
HomeગુજરાતGUJARAT : સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ દાદાને હોળીના પર્વ નિમિતે વિશેષ શણગાર તથા અન્નકૂટ...

GUJARAT : સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ દાદાને હોળીના પર્વ નિમિતે વિશેષ શણગાર તથા અન્નકૂટ ધરાવાયો

- Advertisement -

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજરોજ સાળંગપુરમાં રંગોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે અંતર્ગત દાદાને વિશેષ શણગાર અને ભોગ ધરાવવામાં આવી રહ્યા છે.આજે શ્રીકષ્ટભંજનદેવ દાદાને જરદોશીના વર્કવાળા વાઘા, સેવંતિના ફુલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર તથા ખજુર, ધાણી, સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો.

સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.રંગોત્સવ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરને રંગબેરંગી કાપડ-ફુલો દ્વારા શુશોભન કરવામાં આવ્યું છે.આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે હનુમાનજી દાદાને વૃંદાવનમાં 20 દિવસની મહેનતે બનેલા પ્યોર સિલ્કના જરદોશીવર્કવાળા વાઘા પહેરાવ્યા છે.આ સાથે ખજુર,ધાણી અને સુખડી 100-100 કિલોનો અન્નકુટ ધરાવાયો છે.આજે અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular