જામનગર : જોડિયાના જીરાગઢ ગામે દશેરાએ કરુણાંતિકા, તળાવમાં ડૂબી જતા બે સગી બહેનનાં મોત

0
0

જામનગર:જોડીયા તાલુકાના જીરાગઢ ગામે રહેતા શ્રમીક પરીવારની બે પુત્રીઓ તળાવમાં કપડા ઘોવા માટે ગયા બાદ ઉંડા પાણીમાં ગરક થતા બંનેના કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા.નાની બેનને બચાવવા માટે મોટી બેનએ પણ ઝંપલાવતા બંને પાણીમાં ગારદ થતા જીવ ગુમાવ્યા હોવાનુ બહાર આવ્યુ છે.

પાણીના વહેણમાં બંને બેનો તણાઇ જતા લાપતા બની
જોડીયા તાલુકાના જીરાગઢ ગામે રહેતા અકબરભાઇ હબીબભાઇ સોઢાના પત્ની અને બે પુત્રીઓ સુમેરા(ઉ.વ.11) અને રજીયા (ઉ.વ.17)મંગળવારે સવારે ગામ નજીક તળાવમાં કપડા ઘોવા માટે ગયા હતા.જે દરમિયાન કપડા ઘોતી વેળાએ અકસ્માતે સુમેરા નામની કિશોરી પાણીમાં પડી જતા ડુબવા લાગી હતી. જેના પગલે તેની મોટી બેન રજીયા પણ તેને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યુ હતુ.જોકે,આ દરમિયાન પાણીના વહેણમાં બંને બેનો તણાઇ જતા ઉંડા પાણીમાં લાપતા બની હતી.

એક જ પરિવારની બે બાળાના મોતથી પરિવારમાં માતમ
આ બનાવના પગલે તેની માતાએ ભારે દેકારો મચાવતા આજુબાજુમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તરવૈયાઓની મદદથી બંનેની શોધખોળ હાથ ધરી હતી. જોકે,બંને બહેનોના મૃતદેહો જ હાથ લાગ્યા હતા. આ બનાવની જાણ થતા જોડીયા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.પોલીસે બંને મૃતદેહનો કબજો સંભાળી પીએમ અર્થે સ્થાનિક હોસ્પીટલમાં ખસેડયા હતા. મૃતકના પિતા અકબરભાઇનુ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.એક જ પરિવારની બે બાળાના ભોગ લેવાતા પરિવારમાં માતમ છવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here