દશેરા : ગુજરાતમાં 74 મર્સીડીઝનું વેચાણ, અમદાવાદીઓએ 6500 ટુ-વ્હીલર, 7 હજાર કાર મળી 9 કરોડનાં વાહન ખરીદ્યાં

0
8

અમદાવાદ: અમદાવાદમાં દશેરાના શુભ મુર્હતમાં અંદાજે 9 કરોડના ટૂ-વ્હીલર અને ફોર વ્હીલરનું વેચાણ થયું છે. જો કે, ગત વર્ષની તુલનામાં ઘટાડો હોવાનું ડીલરોનું કહેવુ છે. બીજી તરફ, નવરાત્રિ અને દશેરાના દિવસે રાજયમાં 74 મર્સિડિઝનું વેચાણ થયું છે જેમાં 50 ટકા મર્સિડિઝનું વેચાણ માત્ર અમદાવાદમાં થયું છે.

ગુજરાતમાં 74 મર્સીડીઝનું વેચાણ થયું

ઓટો ડિલરોના જણાવ્યા પ્રમાણે, દશેરાના દિવસે અંદાજે 6500 થી 7000 જેટલા ટૂ-વ્હીલરોનું વેચાણ થયું છે. જ્યારે 6000થી 7000 હજાર જેટલી ફોર વ્હીલર વેચાઈ છે. ઓટો સેકટરમાં છેલ્લા ઘણા વર્ષો પછી ઓછું વેચાણ થયું હોવાનું મનાય છે. બીજી તરફ, મર્સિડિઝ કંપનીનો દાવો છે કે, છેલ્લા 10 દિવસમાં મુંબઈ અને ગુજરાતના માર્કેટમાં કુલ 200 મર્સિડિઝનું વેચાણ થયું છે. જેમાં ગુજરાતમાં 74 વેચાઈ છે અને તેમાંથી 50 ટકા કાર અમદાવાદમાં વેચાઈ છે.

ચાલુ વર્ષે ગુજરાતમાં દર મહિને 16 હજાર જેટલા વ્હીકલનું વેચાણ

સૂત્રોના કહેવા પ્રમાણે, ચાલુ વર્ષ દરમિયાન ગુજરાતમાં દર મહિને 16 હજાર જેટલા વ્હીકલનું વેચાણ થાય છે. જે ગત વર્ષે 22 હજાર હતું. જો કે, નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં આ આંકડો 30 હજાર પહોંચે તેવી સંભાવના પણ ડીલરોએ વ્યકત કરી છે. આગામી દિવસોમાં દિવાળીના તહેવારને પગલે વાહનોના વેચાણમાં વધુ વધારો થવાનું બજારનું માનવું છે.

માત્ર એક દિવસ માટે ફાફડા-જલેબીની 120 દુકાન ખૂલી

દશેરાએ શહરેમાં કરોડોના ફાફડા-જલેબી વેચાયા હતા. વહેલી સવારથી જ ઠેર ઠેર દુકાનો બહાર લાઈનો લાગી હતી. શહેરમાં માત્ર એક દિવસ પૂરતી ફાફડા-જલેબીની 120 જેટલી દુકાનો ખૂલી હોવાનું મ્યુનિ.હેલ્થ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પૂર્વ વિસ્તારમાં ફાફડાનો ભાવ અંદાજે 350 તી 450 કિલો જેટલો હતો.જયારે પશ્ચિમ વિસ્તારમાં કિલોના 600થી 700ના ભાવે ફાફડા વેચાયા હતા. ડ્રાયફૂટના ભાવની લગોલગ ફાફડા વેચાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here