ટ્રૂ વાયરલેસ સ્ટીરિયો(TWS)ની ડિમાન્ડ દુનિયાભરમાં ઝડપથી વધી રહી છે. રિસર્ચ ફર્મ કાઉન્ટર પોઈન્ટે અંદાજો લગાવ્યો છે કે, 2021માં 33% ગ્રોથ રહેશે અને 310 મિલિયન(31 કરોડ) યુનિટ વેચાશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, 2020માં TWSનો વાર્ષિક ગ્રોથ 78% રહ્યો. કોવિડ મહામારીને લીધે વર્ક ફ્રોમ હોમને લીધે ડિમાન્ડ વધી. ગયા વર્ષે આખી દુનિયામાં 23.3 કરોડ યુનિટનું વેચાણ થયું હતું.
રિસર્ચ ટીમનું કહેવું છે કે, ગયા વર્ષની શરુઆતમાં મહામારીની અસર ચીનમાં પ્રોડક્શન ટીમ પર થઇ હતી, પરંતુ હવે બધું નોર્મલ છે. પ્રોડક્શન કેપેસિટી હવે પીક પોઈન્ટ પર છે. TWS સેગમેન્ટના લો અને મિડ રેંજ મોડલના વેચાણમાં અન્ય સેગમેન્ટ કરતાં વધારો નોંધાયો છે.
પ્રીમિયમ ડિવાઈસમાં ડિમાન્ડ હજુ ધીમી રહેશે
કોરોના વિશ્વમહામારીને લીધે હજુ પણ સ્થિતિમાં સુધારો આવ્યો નથી. તેવામાં 2021માં પ્રીમિયમ TWSની માગમાં વધારો થાય તેવા કોઈ એંધાણ નથી. રિસર્ચરને આશા છે કે, એપલ જેવી બ્રાંડ વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં નેક્સ્ટ જનરેશન પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. જો કે, આ દરમિયાન લો અને મિડ સેગમેન્ટમાં ગ્રોથ ચાલુ રહેશે.
એપલ લીડ કરશે, પણ માર્કેટ શેરમાં ઘટાડો આવશે
કાઉન્ટર પોઈન્ટ પ્રમાણે, એપલ 2020માં માર્કેટ લીડર રહ્યું પણ વર્ષ દરમિયાન તેની ભાગીદારીમાં સતત ઘટાડો થતો રહ્યો. એપલ માર્કેટમાં લીડર રહેશે. તે 8.4 કરોડ યુનિટ વેચી શકે છે. જો કે, માર્કેટ શેરમાં 4% ઘટાડો આવી શકે છે. આ સેગમેન્ટમાં શાઓમી અને સેમસંગને ફાયદો થશે.
આ વર્ષે એપલના માર્કેટ શેર 27% આસપાસ રહેશે
કાઉન્ટપોઈન્ટના અંદાજા પ્રમાણે, એપલ પાસે આ વર્ષે 27% માર્કેટ શેર રહી શકે છે. શાઓમી 9%, સેમસંગ 7%, JBL 4% અને QCY 3% માર્કેટ શેર સામેલ રહેશે. 2020માં TWS સેગમેન્ટમાં માર્કેટ શેર 31% હતો. આ વર્ષે 4% નુકસાન થવાનો અંદાજો છે.