દીકરાઓના બચાવમાં બોલ્યા સલીમ ખાન, સોહેલ અને નિર્વાણ હોટલમાં ક્વોરન્ટીન છે

0
13

અરબાઝ ખાન, સોહેલ અને નિર્વાણ યુએસથી પરત આવીને ક્વોરન્ટીન થયા ન હતા તેવા સમાચાર બાદ સોમવારે તેમના વિરુદ્ધ FIR ફાઈલ થઇ હતી. હવે સલીમ ખાન એકવાર ફરી દીકરાઓના બચાવમાં આવી ગયા છે. સલીમે દાવો કર્યો છે કે તે ત્રણેય હોટલમાં જ ક્વોરન્ટીન છે. 25 ડિસેમ્બરે પરત ફર્યા બાદ ખાન ફેમિલીના આ સભ્ય સીધા ઘરે પહોંચી ગયા હતા.

એક દિવસ પહેલાં થઇ ફરિયાદ

એક્ટર્સના ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીનનો પ્રબંધ મુંબઈની તાજ ગ્રાન્ડ હોટલમાં કર્યો હતો. જ્યાં તેમણે ક્વોરન્ટીન રહેવાનું હતું, પણ આ લોકો બીજે દિવસે સવારે એટલે કે 26 તારીખે હોટલથી ઘરે જતા રહ્યા. ત્યારબાદ BMCએ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ કરી. એક અઠવાડિયા સુધી તપાસ થઇ. પોલીસે ત્રણેયના સ્ટેટમેન્ટ પણ લઇ લીધા. ત્યારબાદ પ્રોટોકોલ તોડવાના આરોપમાં કેસ ફાઈલ કરવામાં આવ્યો છે.

ખાન બ્રધર્સ પર IPCની કલમ 188, 269 અને મહામારી અધિનિયમની કલમ 3 હેઠળ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. આ કેસ BMCના એક મેડિકલ ઓફિસરે ફાઈલ કરાવ્યો છે.

નવો સ્ટ્રેન મળ્યા બાદ નિયમ લાગુ પડ્યા

સમાચાર મુજબ, સલીમે કહ્યું કે તેમને આ વિશે કોઈ જાણકારી નથી, પણ પરિવારના ત્રણ સભ્યો હોટલમાં છે. મહારાષ્ટ્ર સરકારના નિયમ અનુસાર યુકે, યુએઈ અને યુરોપથી આવનારા બધા લોકોએ 7 દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન થવું જરૂરી છે. આ નિયમ કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યા બાદ લાગુ પાડવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here