સલમા આગાની દીકરી ઝારાને સોશિયલ મીડિયામાં મળી રેપની ધમકી.

0
8

પાકિસ્તાનમાં જન્મેલી બ્રિટિશ એક્ટર સલમા આગાની દીકરી ઝારા ખાનને સોશિયલ મીડિયામાં રેપની ધમકી આપવામાં આવી છે. ઝારાએ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. રિપોર્ટ પ્રમાણે, પોલીસે ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરી લીધી છે. તેનું નામ નોરા સરવર છે. ઝારાએ પોલીસને કહ્યું હતું કે તેને ફૅક IDના માધ્યમથી રેપીન ધમકી આપવામાં આવી હતી. તપાસમાં એ વાત સામે આવી કે નોરાની માનસિક હાલત ઠીક નથી. તે તથા તેનો એક સાથી રાજકીય દળ સાથે કામ કરે છે. નોરાએ ઝારાને ટાર્ગેટ કરી હતી.

 

સારા માતાની જેમ જ એક્ટર-સિંગર

ઓશિવારા પોલીસ સ્ટેશના એક અધિકારીએ કહ્યું હતું કે આરોપી હૈદરાબાદની MBAની વિદ્યાર્થિની છે અને તે 23 વર્ષની છે. તેની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. ઝારા પણ માતાની જેમ જ એક્ટર તથા સિંગર છે.

પોલીસે કહ્યું હતું કે તપાસ દરમિયાન નોરાએ કહ્યું હતું કે તેણે ફૅક અકાઉન્ટ બનાવ્યું હતું. પોતાનો ગુનો કબૂલ કર્યા બાદ પોલીસે IPCની કલમ 354(a), 354 (b), 506 તથા IT એક્ટની કલમ 67(a) હેઠળ કેસ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here