ફિલ્મ ભારતને અધવચ્ચેથી છોડી દેવુ પ્રિયંકા ચોપડાને ભારે પડ્યુ છે. ત્યારથી સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા વચ્ચે એક કોલ્ડ વૉર જેવી સ્થિતિ સર્જાઇ છે. સલમાન ખાનની ફિલ્મ છોડ્યા બાદ પ્રિયંકાને હિન્દી ફિલ્મો નથી મળી રહી તેવી અફવાઓ ફેલાઇ રહી છે. પ્રિયંકાની પાસે સંજય લીલા ભણશાલીનો પ્રોજેક્ટ ‘હીરામંજી’ હતો.હવે સલમાન ખાને સંજયની સાથે ફિલ્મ ‘ઇશાંહઅલ્લાહ’ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારથી સંજય લીલા ભણશાલીનું પુરુ ધ્યાન ‘ઇંશાહઅલ્લાહ’ પર છે. પ્રિયંકા પાસે દ સ્કાય ઇઝ પિંક એક જ ફિલ્મ છે જેમાં તે જોવા મળશે. તો એક બાજુ લાગી રહ્યું છે કે, દેસી ગર્લ પાસે સ્ટોરી તો આવે છે, પ્રોડ્યુસર સાથે વાત પણ થાય છે છતાં વાત આગળ વધી નથી રહી. પણ સોર્સથી જાણવા મળ્યુ કે, સલમાન ખાન સાથે કોલ્ડ વૉરના કારણે ડાયરેક્ટર કદાચ પ્રિયંકાની ફિલ્મમાં કામ કરવા તૈયાર ન થાય. દેસી ગર્લનું Purple Pebble Pictures એક પ્રોડક્શન છે. અત્યાર સુધી પ્રિંયકાનું પ્રોડક્શન નાની ફિલ્મો બનાવતુ રહ્યુ છે.