સલમાન ખાને બોડીગાર્ડ જગ્ગીનો જન્મદિવસ મનાવ્યો, કેક ખાવાની ના પાડી દી.

0
0

સલમાન ખાને તાજેતરમાં પોતાના બોડીગાર્ડનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. બર્થડેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં બોડીગાર્ડ જગ્ગી એક્ટરને કેક ખવડાવવા માટે આગળ આવે છે પરંતુ સલમાને કેક ખાવાની ના પાડી દીધી હતી.

સલમાન હંમેશાં પોતાના બેથી ત્રણ બોડીગાર્ડ સાથે જોવા મળતો હોય છે. સલમાનનો બોડીગાર્ડ શેરા લાંબા સમયથી એક્ટર સાથે જોડાયેલા છે. શેરાએ કહ્યું હતું કે તે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તે ભાઈની સાથે રહે છે. શેરાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે હંમેશાં સલમાનની આગળ ઊભો હોય છે, કારણ કે જો કોઈ પણ મુસીબત આવે તો તે સૌ પહેલાં તે જ તેનો સામનો કરશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં ફિલ્મ ‘બોડીગાર્ડ’માં કામ કર્યું હતું. આ ફિલ્મ શેરાના જીવન પર આધારિત નહોતી પરંતુ આ ફિલ્મને સલમાને પોતાના બોડીગાર્ડને ડેડીકેટ કરી હતી.

સલમાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘બિગ બોસ 14’ને હોસ્ટ કરી રહ્યો છે. હાલમાં જ સલમાને ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું શૂટિંગ પૂરું કર્યું. આ ઉપરાંત સલમાન જીજાજી આયુષની ફિલ્મ ‘અંતિમ’માં પણ જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. સલમાન ફિલ્મમાં પોલીસના રોલમાં છે અને આયુષ શર્મા ગેંગસ્ટર તરીકે જોવા મળશે. સલમાન ખાન એક્ટર આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં પણ કેમિયો કરશે. સલમાને આ ફિલ્મ માટે એક દિવસ ફાળવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here