સલમાન ખાને મુંબઈ પોલીસને 1 લાખ હેન્ડ સેનિટાઇઝર વહેંચ્યા, ઉદ્ધવ ઠાકરેએ સોશિયલ મીડિયા પર આભાર માન્યો

0
8

મુંબઈ. સલમાન ખાન મુંબઈના ફ્રન્ટ લાઈન વોરિયર્સની મદદ માટે આગળ આવ્યો છે. તેણે મુંબઈ પોલીસને હેન્ડ સેનિટાઇઝર દાન કર્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ટ્વિટર પર સલમાનનો આભાર માન્યો છે. તેમણે લખ્યું કે, મુંબઈ પોલીસને 1 લાખ હેન્ડ સેનિટાઇઝર દાન કરવા બદલ આભાર.

યુવા સેનાના સભ્ય રાહુલ કનાલે સલમાનના વખાણ કરતા લખ્યું કે, ફ્રન્ટલાઈન વોરિયર્સની મદદ કરવા માટે સલમાન ખાન તમારો આભાર. FRSH સેનિટાઇઝર પોલીસ ડિપાર્ટમેન્ટના ફ્રન્ટલાઈન વોરિયર્સને વહેંચી દેવાયા છે.

સલમાને થોડા દિવસ પહેલાં તેની પર્સનલ કેર બ્રાન્ડ FRSH લોન્ચ કરી છે. સલમાને હાલના સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સેનિટાઇઝર લોન્ચ કરવાનો નિર્ણય લીધો. સલમાને FRSHની શરૂઆત પૂર્વ ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિના બ્યુટી બ્રાન્ડ Scentials સાથે જોઈન્ટ વેન્ચર તરીકે કરી છે.રિપોર્ટ્સ મુજબ તે એક વર્ષથી તેની બ્રાન્ડ પર કામ કરી રહ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here