‘મારો એક હિસ્સો શૉ છોડવા માગે છે’ Bigg Boss 13 પર સલમાન ખાને આખરે તોડ્યુ મૌન

0
9

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને પહેલીવાર તે ખબરોને લઇને મૌન તોડ્યુ છે જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે તે ફેમસ રિયાલીટી શૉ ‘બિગ બૉસ 13’માંથી વિદાય લઇ રહ્યો છો. એક રિપોર્ટ અનુસાર સલમાને મીડિયાને જણાવ્યું કે, મારો એક હિસ્સો તેને છોડવા માગે છે અને બીજો પોતાની પાસે રાખવા માગે છે. બીજો ભાગ તેના પર હાવી થઇ રહ્યો છે જે તેને છોડવા માગે છે.

સલમાને વધુમાં જણાવ્યું કે કાર્યક્રમની 13મી સીઝનમાં દસ સીઝનને હોસ્ટ કરવો અત્યાર સુધી શીખવાનો એક અનુભવ રહ્યો છે.

તેણે કહ્યું કે, આ તણાવપૂર્ણ છે પરંતુ મે ઘણું શીખ્યુ છે. મને જાણવા મળ્યું કે આપણો દેશ કઇ તરફ જઇ રહ્યો છે, નૈતિક મૂલ્યો, આદર્શ, નૈતિક સંકોચ અને સિદ્ધાંતોની શું સ્થિતિ છે. અમને સેલેબ્રિટીઝ સાથે અહીં તે બધુ જ જોવા મળે છે. તેની ખૂબસુરતી એ જ છે કે ફરી એકવાર જ્યારે તેઓ ઘરની બહાર નીકળો, તો તમે તેવા બિલકુલ નથી રહેતા. એવું નથી કે શૉમાં તે પોતાનુ પર્ફોર્મન્સ આપી રહ્યાં છે પરંતુ તે ઘર તેમને તેવા બનાવી દે છે.

થોડા સમય પહેલાં જ એવી ખબર આવી હતી કે સ્વાસ્થ્યના કારણોસર અને પ્રોફેશનલ કમિટમેન્ટ્સના કારણે તે સીઝનને આગળ હોસ્ટ નહી કરી શકે અને હોસ્ટ તરીકે બાકીના પાંચ અઠવાડિયાનું શુટિંગ સલમાનના બદલે ફરાહ ખાન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here