Friday, March 29, 2024
Homeફિટનેસ : સલમાન ખાન ‘રાધે’ના ક્લાઈમેક્સ માટે ફાર્મહાઉસમાં વર્કઆઉટ-ડાયટ પર ધ્યાન આપી...
Array

ફિટનેસ : સલમાન ખાન ‘રાધે’ના ક્લાઈમેક્સ માટે ફાર્મહાઉસમાં વર્કઆઉટ-ડાયટ પર ધ્યાન આપી રહ્યો છે

- Advertisement -

મુંબઈ. લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું એ પહેલાં સલમાન ખાન પોતાની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. હાલમાં સલમાન ખાન પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં રહે છે. અહીંયા તે પોતાના વજન પર સતત ધ્યાન આપી રહ્યો છે.

સૂત્રોના મતે, સલમાન ખાન પોતાની બૉડી પર ફોકસ કરી રહ્યો છે. લૉકડાઉન જેવું પૂરું થશે સલમાન ખાન તરત જ ‘રાધે’ ફિલ્મના ક્લાઈમેક્સનું શૂટિંગ શરૂ કરશે. ક્લાઈમેક્સમાં કાર ચેઝિંગ સીન શૂટ કરવાના છે અને આથી જ સલમાન અત્યારે પોતાના પનવેલ સ્થિત ફાર્મહાઉસના જીમમાં ઘણો જ સમય પસાર કરી રહ્યો છે. આટલું જ નહીં સલમાન ખાન ફિટનેસ માટે યોગ્ય ફૂડ સપ્લિમેન્ટ્સ પણ લઈ રહ્યો છે.

ફાર્મહાઉસ વિશાળ હોવાથી અહીંયા શાકભાજી તથા ફ્રૂટ્સ ઊગાડવામાં આવે છે. ઘણીવાર સલમાન ખાન જાતે જ શાકભાજી તથા ફ્રૂટ્સ ઊગાડતો હોય છે. સલમાન આ ઓર્ગેનિક ફ્રૂટ્સ તથા શાકભાજી જ ભોજનમાં લેતો હોય છે.

હાલમાં જ પનવેલ ગામના લોકો માટે એગ્સ-ચિકન મગાવ્યા

હાલમાં જ સલમાન ખાને પનવેલ ગામમાં રહેતા લોકો માટે ચિકન તથા એગ્સ મગાવ્યા હતાં. આ માટે તેણે સપ્લાય કંપનીનો આભાર પણ માન્યો હતો. તેણે ટ્વિટર પર ટ્વીટ કરી હતી.

મુંબઈથી દૂર પનવેલ ફાર્મહાઉસમાં રહીને સલમાન ખાન એકદમ ફીટ રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સલમાનની આ ફિલ્મ પહેલાં ઈદ પર રિલીઝ થવાની હતી. જોકે, આ ફિલ્મનું શૂટિંગ બાકી હોવાથી ફિલ્મ ઈદ પર રિલીઝ થશે નહીં. નવી રિલીઝ ડેટ હજી સુધી અનાઉન્સ કરવામાં આવી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular