સલમાન ખાને હવે અર્નબ ગોસ્વામી પર સાધ્યું નિશાન, શોમાં મજાક ઉડાવતા કહ્યું ‘TRP માટે.’

0
5

વર્તમાન દિવસોમાં ટેલિવિઝનની દુનિયામાં ‘બિગ બોસ 14’એ ધૂમ મચાવી છે. ‘બિગ બોસ 14’ના પહેલા ‘વિકેન્ડ કા વાર’માં હોસ્ટ સલમાન ખાને નવા સ્પર્ધકોને ચેતવણી આપી છે કે તેઓ તેમની રમતને યોગ્ય રીતે આગળ વધારે. આ વખતે આ શોમાં સલમાન ખાને ફેક TRP મેળવનારાઓને પણ ટોણા માર્યા છે.ઈશારાઓમાં સલમાને ‘બિગ બોસ 14’ના વિકેન્ડમાં સ્પર્ધકોને TRP અંગે કેટલીક વાતો કહી હતી જેમાં તેણે સમજાવ્યું હતું કે TRP મેળવવા માટે તેઓએ કાંઇ પણ કરવું જોઈએ નહીં અન્યથા તેમની ચેનલ બંધ થઈ જશે.

સલમાને અર્નબ ગોસ્વામીનું નામ લીધા વિના સાધ્યું નિશાન

જોકે આ આખી વાત દરમિયાન સલમાને ના તો કોઈ ચેનલનો ઉલ્લેખ કર્યો કે ન કોઈ એન્કરનો, પરંતુ તેમણે જે કાંઇ પણ કહ્યું તેનાથી સ્પષ્ટ ખબર પડતી હતી કે તેમનો ઈશારો કઈ તરફ છે. સ્પર્ધકને સમજાવતાં સલમાન ખાને કહ્યું, ‘તમારે બિગ બોસની અંદર અથવા કોઈપણ શોની અંદર યોગ્ય રમત રમવી જોઈએ. એવું નહીં કે TRP માટે ગમે તેમ રમવાનું. તમે લોકો પહેલા દિવસથી જ ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યા છો. તમને લોકોને જેવા રિસ્પોન્સ મળી રહ્યા છે તેવા મેં પહેલા ક્યારેય નથી જોયા.

આને વધુ સારો અને મોટો બનાવવા માટે સત્ય અને પ્રામાણિકતા સાથે રમો. તે એવું નથી કે યાર આ માણસ બકવાસ કરી રહ્યો છે, વાહિયાત વાતો કરે છે, ખોટું બોલી રહ્યો છે, ચીસો પાડી રહ્યો છે, આ મુદ્દો જ નથી. તેઓ (લોકો) તમારી ચેનલને બંધ કરી દેશે. મારે જે કહેવું હતું તે મેં આડકતરી રીતે કહી દીધું છે.’