બિગ બોસ 14 : સલમાન ખાને શરૂ કર્યું ‘બિગ બોસ 14’નું શૂટિંગ, સેટ પર રૂબીના દિલૈક અને પતિ અનુભવ શુક્લાનું સ્વાગત કરતા ફોટો સામે આવ્યા

0
6

વિવાદિત રિયાલિટી શો ‘બિગ બોસ 14’ની શરૂઆત 3 ઓક્ટોબરે થવાની છે. તે પહેલાં જ સલમાન ખાને મુંબઈના ફિલ્મસિટીમાં શોના ગ્રાન્ડ પ્રીમિયરનું શૂટિંગ કરી લીધું છે. ગ્રાન્ડ પ્રીમિયરમાં સલમાન ઘરમાં રહેનારા બધા કન્ટેસ્ટન્ટનો પરિચય કરાવશે. હવે શૂટિંગ શરૂ થઇ ગયું છે માટે સેટ પરથી અમુક કન્ટેસ્ટન્ટના ફોટોઝ પણ સામે આવ્યા છે.

હાલમાં જ બિગ બોસના ખબરી પેજે શોમાં સામેલ થનારા કપલ રૂબીના દિલૈક અને પતિ અનુભવ શુક્લાના ફોટોઝ શેર કર્યા છે. તેમાં બંને સ્ટેજ પર સલમાન સાથે વાતચીત કરતા દેખાઈ રહ્યા છે.

સલમાન ખાને શેર કર્યો સેટનો પહેલો ફોટો

ટીવીના સૌથી પોપ્યુલર હોસ્ટમાંના એક સલમાન ખાન ફરી આ સીઝનમાં બધા કન્ટેસ્ટન્ટને ફટકાર લગાવતા અને સમજાવતા દેખાશે. એક્ટરે શોના શૂટિંગ દરમ્યાન સેટનો પહેલો ફોટો શેર કર્યો છે. સલમાને તેમાં ફોર્મલ લુકમાં મેચિંગ માસ્ક પણ લગાવ્યું છે. અગાઉની સીઝનમાં સલમાને ઘણીવાર નેશનલ ટીવી પર કહ્યું હતું કે તે આગળની સીઝન હોસ્ટ નહીં કરે. જોકે ફેન્સની ડિમાન્ડ પર મેકર્સે તેમને મનાવી લીધા છે.

View this post on Instagram

#BiggBoss14 coming to you this weekend…

A post shared by Salman Khan (@beingsalmankhan) on

જીયા માણેકને રિપ્લેસ કરીને અનુભવ શુક્લાએ એન્ટ્રી લીધી
રૂબીના અને અનુભવને છેલ્લી ઘણી સીઝનથી શોમાં આવવા માટે અપ્રોચ કરવામાં આવી રહ્યા હતા પણ વાત આગળ વધતી ન હતી. બિગ બોસ 14માં આવવા માટે બંનેને માત્ર 1 અઠવાડિયા પહેલાં જ કહેવામાં આવ્યું હતું. અનુભવ શુક્લાની જગ્યાએ પહેલાં ગોપી વહુ ઉર્ફે જીયા માણેક શોમાં આવવાની હતી. તેણે શો માટેની તૈયારી પણ શરૂ કરી દીધી હતી પણ વધુ ફીની ડિમાન્ડને કારણે મેકર્સે તેને રિપ્લેસ કરી દીધી.

શોમાં 12 કન્ટેસ્ટન્ટ્સ આવશે
શો સાથે જોડાયેલા ખબરી પેજ અનુસાર 1 ઓક્ટોબરે શૂટિંગ શરૂ કરવાની સાથે 12 સેલેબ્સને ઘરમાં મોકલવામાં આવ્યા છે. આ સિવાય બિગ બોસ 13ના વિનર સિદ્ધાર્થ 13મા સભ્ય હશે. હિના ખાન અને ગૌહર ખાન પણ થોડા દિવસ સુધી શોનો હિસ્સો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here