સલમાન ખાન ઘરે રહીને તેની ‘રાધેઃયોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મ એડિટ કરશે

0
18

બોલિવૂડ ડેસ્ક: કોરોના વાઇરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકો ઘરમાં જ રહીને સાવચેતી રાખી રહ્યા છે. સલમાન આ સમયમાં પેન્ટિંગ, સિંગિંગ કરીને અને પરિવાર સાથે રહીને સમય પસાર કરી રહ્યો હતો. હવે સૂત્રોના હવાલે એવું જાણવા મળ્યું છે કે સલમાન ઘરે રહીને તેની આગામી ફિલ્મને એડિટ કરવાનો છે. ‘રાધેઃયોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે. તેનું એડિટિંગ સલમાન જાતે ઘરે બેસીને કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સલમાન ખાન તેની ફિલ્મ્સના એડિટિંગમાં બેસે જ છે એટલે આ વાત એકદમ વ્યાજબી છે. સમય ન બગડે અને ફિલ્મ નક્કી કરેલ તારીખ 22 મેના રોજ જ રિલીઝ થાય તે માટે સલમાન ઘરે જ પોસ્ટ પ્રોડક્શન વર્ક શરૂ કરશે.

‘રાધેઃયોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મના ડિરેક્ટર પ્રભુદેવા છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં દિશા પટની, જેકી શ્રોફ અને રણદીપ હૂડા સામેલ છે. રણદીપ ફિલ્મમાં નેગેટિવ રોલમાં છે. સલમાન ખાન, તેનો ભાઈ સોહેલ ખાન અને બનેવી અતુલ અગ્નિહોત્રી સાથે મળીને આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here