ટોપ અભિનેત્રી કરિના કપૂરે કહ્યું હતું કે ‘સલમાન ખાનની એક્ટિંગ ખરાબ છે મને નથી ગમતી’

0
56

સલમાન ખાનનું હાલમાં બોલિવૂડમાં ખુબ મોટુ નામ છે. પરંતુ એક સમયે અભિનેત્રીએ એની એક્ટિંગ પર કોમેન્ટ કરી હતી. સલમાન ખાન તેની આગવી સ્ટાઈલ માટે જાણીતો છે. અભિનેત્રી કરિના કપૂરે એક જૂના ઇન્ટરવ્યૂમાં સલમાન ખાનની એક્ટિંગને લઈને કમેન્ટ કરી હતી. સલમાન ખાને લાંબા સમયથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પોતાનો સિક્કો જમાવ્યો છે.

સલમાન ખાન બોલિવૂડના સફળ એક્ટરમાંનો એક એક્ટર છે. આટલી સુપરહિટ ફિલ્મો આપ્યા પછી પણ અભિનેત્રી કરિના કપૂરને સલમાન ખાન ખરાબ એક્ટર લાગે છે. કરિના કપૂરે કહ્યું હતું કે તે સલમાન ખાનની ફેન નથી. એક રિપોર્ટ પ્રમાણે કરિના કપૂરને ઉમેશ જીવનાની નામના ફેશન ડિઝાઈનરને ઈન્ટરવ્યૂમાં બોલિવૂડના ત્રણેય ખાનના અભિનય કરવાની ક્ષમતા પર વાત કરી હતી. કરીનાએ કહ્યું હતું કે શાહરુખ ખાનના અભિનયને વધારે પસંદ કરે છે.

સલમાન ખાન વિશે વાત કરતા કરીનાએ કહ્યું કે, તે સલમાન ખાનની ફેન નથી, તે એક ખરાબ એક્ટર છે. આમિર ખાન વિશે પણ કરીના કપૂરે કહ્યું કે તેમનું પર્ફોમન્સ તેને ગમે છે. આમિર ખાનની ફિલ્મ ‘હમ હૈ રાહી પ્યાર કે’, ‘કયામત સે કયામત’ તેમની ફેવરિટ ફિલ્મોમાંથી એક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here