બૉલીવુડ : સલમાને હિંદુ-મુસ્લિમ ભાઈચારા પર નવું સોંગ ‘ભાઈ ભાઈ’ રિલીઝ કર્યું

0
0

મુંબઈ. ઈદ પર સલમાન ખાનની ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાવાઈરસને કારણે લૉકડાઉન હોવાથી ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી. જોકે, સલમાન ખાને ઈદ પર ચાહકો માટે સ્પેશિયલ સોંગ ‘ભાઈ ભાઈ’ રિલીઝ કર્યું હતું.

સલમાને જાતે જ ગાયું

સલમાન ખાને જ ‘ભાઈ ભાઈ’ સોંગ ગાયું હતું. આ ગીતમાં કમ્યુનલ હાર્મનીની વાત કરવામાં આવી છે. ગીતને સાજીદ-વાજીદે કમ્પોઝ્ડ કર્યું છે. ડેનિશ સબ્રી તથા સલમાન ખાને સાથે મળીને ગીત લખ્યું છે. ગીતમાં જે રૅપ પોર્શન આવે છે, તે રૂહાન અર્શદે લખ્યો છે. લૉકડાઉન દરમિયાન સલમાનનું આ ત્રીજું ગીત છે. આ પહેલાં સલમાને ‘પ્યાર કરોના’ તથા ‘તેરે બિના’ રિલીઝ કર્યાં હતાં. ‘ભાઈ ભાઈ’ સોંગ સલમાનના ફાર્મહાઉસમાં જ શૂટ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે સલમાન ખાન છેલ્લાં બે મહિનાથી બહેન અર્પિતા તથા મિત્રો સાથે પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં રહે છે.

સલમાન ખાને સોશિયલ મીડિયામાં ગીતની માહિતી આપી હતી

સલમાન ખાને ગીતની લિંક શૅર કરીને કહ્યું હતું, ‘મેં તમારા બધા માટે કંઈક બનાવ્યું છે, જોઈને કહેજો કેવું બન્યું છે. તમને બધાને ઈદ મુબારક.’

સલમાને પિતા વગર જ ઈદ સેલિબ્રેટ કરી

સલીમ ખાને કહ્યું હતં કે તેમણે ફોન પર સલમાન ખાનને ઈદની શુભેચ્છા પાઠવી હતી. તેઓ રોજ ફોનથી એકબીજાના સંપર્કમાં રહે છે. સલીમ ખાને કહ્યું હતું કે આ વખતે ઈદ પર કોઈ સ્પેશિયલ ડિશ બનાવવામાં આવી નહોતી. જે રોજ બને છે, તે જ ભોજન બન્યું હતું. રોજ સવારે તે મોર્નિંગ વોક માટે જાય છે અને ઈદના દિવસે પણ તેઓ ગયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here