સલમાનની Ex-GF સોમીએ કહ્યું- કેટલાંક ડિરેક્ટર્સ મારી સાથે ફિઝિકલ રિલેશન બનાવવા માગતા હતા

0
7

સલમાન ખાનની પૂર્વ પ્રેમિકા તથા બોલિવૂડ એક્ટ્રેસ સોમી અલી સતત નવા નવા નિવેદનોને કારણે ચર્ચામાં છે. હવે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો તેનો અનુભવ સામે આવ્યો છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘બોલિવૂડના કેટલાંક ડિરેક્ટરે મારી સાથે સેક્સ કરવાનો પ્રયાસ કર્યો હતો. હું એક ખરાબ એબ્યુસિવ રિલેશનમાં હતી. આ ઘણો જ ખરાબ અનુભવ હતો’

બોલિવૂડમાં કમબેક કરવા માગતી નથી

ઝૂમ ડિજિટલ સાથેની વાતચીતમાં સોમીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે બોલિવૂડમાં કમબેક કરવા માગે છે તો તેણે ના પાડી હતી. તેણે કહ્યું હતું કે તે સમયે તેનું કોઈ નહોતું અને અત્યારે પણ તેનું કોઈ નથી. તે અહીંયા પૂરી રીતે મિસફિટ છે. સોમી ‘નો મોર ટીયર્સ’ના નામથી NGO ચલાવે છે. સોમીના મતે, 2007માં તેના વ્યક્તિગત દર્દે આ ઓર્ગેનાઈઝેશનને જન્મ આપ્યો હતો. સંસ્થાની શરૂઆતમાં તેણે ડોમેસ્ટિક વાયોન્સનો ભોગ બનેલા લોકોની મદદ કરી હતી. છેલ્લાં 14 વર્ષમાં સોમીની સંસ્થાએ હજારો મહિલા, પુરુષ તથા બાળકોના ચહેરા પર હાસ્ય લાવવાનું કામ કર્યું છે.

બોલિવૂડમાં કામ કરવા માટે ભારત આવી નહોતી

સોમી અલી પાકિસ્તાનની મૂળની અમેરિકન એક્ટ્રેસ છે. 90ના દાયકામાં તેણે બોલિવૂડની ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું. આ સમયે સલમાન તથા સોમી અલી એકબીજાને ડેટ કરતા હતા. બંનેના સંબંધો 8 વર્ષ સુધી ચાલ્યા હતા. ઝૂમ ડિજિટિલ સાથેની વાતચીતમાં સોમીએ કહ્યું હતું, ‘હું ભારત બોલિવૂડમાં કામ કરવા માટે નહોતી આવી. જ્યારે મેં મારા પૂર્વ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું તો મારા માટે ત્યાં કંઈ જ બાકી રહ્યું નહોતું.’

સલમાન પાસેથી કંઈ ના શીખી

સોમીના મતે, તે સલમાન પાસેથી કંઈ શીખી નથી, પરંતુ તેના પેરેન્ટ્સ પાસેથી ઘણી સારી વાતો શીખી છે. એક્ટ્રેસે કહ્યું હતું, ‘સૌથી મોટી વાત એ શીખી કે તેમણે ક્યારેય કોઈનો ધર્મ જોયો નથી. તમામ સાથે એક સરખો વ્યવહાર કર્યો છે. તેમનું ઘર દરેક માટે ખુલ્લું છે. ખાસ કરીને મને સલમા આંટીએ ઘણો જ પ્રેમ કર્યો હતો.’

સલમાનનો ક્રશ ભારત સુધી લઈ આવ્યો

બોલિવૂડમાં કરિયર બનાવવા નહીં, પરંતુ સલમાન ખાન પરનો ક્રશ સોમીને ભારત સુધી ખેંચી લાવ્યો હતો. 1991-1997ની વચ્ચે તેણે ‘અંત’, ‘કિશન અવતાર’, ‘તીસરા કૌન’, ‘આંદોલન’, ‘અગ્નિચક્ર’ જેવી 10 ફિલ્મ તથા જાહેરાતમાં કામ કર્યું છે.

‘મૈંને પ્યાર કિયા’ જોઈનો સોમી એક્ટર સલમાન પર ફિદા થઈ

સોમી જ્યારે 15 વર્ષની હતી ત્યારે તેણે સલમાનની ‘મૈંને પ્યાર કિયા’ જોઈ હતી અને તેને પ્રેમ કરવા લાગી હતી. સલમાન સાથે લગ્ન કરવાની ઈચ્છાએ સોમી મુંબઈ આવી. અહીંયા આવીને તે કામ શોધવા લાગી. આ દરમિયાન એક સ્ટૂડિયોમાં સોમીની મુલાકાત સલમાન સાથે થઈ હતી. 8 વર્ષ સુધી સોમી તથા સલમાન રિલેશનશિપમાં રહ્યા હતા. બંનેએ ફિલ્મ ‘બુલંદ’માં કામ કર્યું હતું, પરંતુ આજ સુધી આ ફિલ્મ રિલીઝ થઈ શકી નથી.

ઐશ્વર્યાને કારણે સંબંધો તૂટ્યા

એક ઈન્ટરવ્યૂમાં સોમીએ કહ્યું હતું કે સલમાન તેનો પહેલો બોયફ્રેન્ડ હતો. જોકે, ઐશ્વર્યા રાય વચ્ચે આવી ગઈ અને તેમના સંબંધો તૂટી ગયા. સોમીએ કહ્યું હતું, ‘જ્યારે હું ટીનેજર હતી, ત્યારે સલમાન પર ક્રશ થયો હતો. આ ક્રશને કારણે હું ફ્લોરિડાથી ઇન્ડિયા આવી હતી. મેં લગ્ન કરવા માટે માત્રને માત્ર ફિલ્મમાં કામ કર્યું.’ 1997માં સલમાનની નિકટતા ‘હમ દિલ દે ચૂક સનમ’ના સેટ પર ઐશ્વર્યા તથા સલમાનની નિકટતાને કારણે સોમી સાથેના સંબંધો તૂટ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here