Friday, August 6, 2021
Home‘ચૂંદડીવાળા માતાજી’ને ગબ્બર ખાતે વિધિવત રીતે અપાઇ સમાધિ
Array

‘ચૂંદડીવાળા માતાજી’ને ગબ્બર ખાતે વિધિવત રીતે અપાઇ સમાધિ

ચુંદડીવાળા માતાજીને પુરા શ્રદ્ધાસુમન સાથે અપાઈ સમાધિ

અરવલ્લીની ગીરીમાળાઓમાં ગબ્બર નજીક આશ્રમમાં રહેતા ‘ચૂંદડીવાળા માતાજી’ નું 91 વર્ષની ઉંમરે વતન માણસાના ચરાડા ગામે મંગળવારે બ્રહ્મલીન થયા હતા. ભક્તોને દર્શન માટે માતાજીનાં પાર્થિવ દેહને આશ્રમ લાવતા ભક્તો ઊમટ્યા હતા. આજે એટલે ગુરૂવારે તેમને સમાધિ આપવામાં આવી છે.

જીતુભાઈ શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે ચૂંદડીવાળા માતાજીને સમાધિ આપવામાં આવી છે. હાલ લોકડાઉન હોવાથી ત્યાં તેમના લાઈવ દર્શન ભક્તો કરી શક્યા નથી. પરંતુ સોશિયલ મીડિયાની મદદથી ભક્તોએ અંતિમ દર્શન કર્યા હતા.

ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખાતા હતા, અને તેમના પર અનેક સંશોધન થઈ ચૂક્યા હતા. 13 વર્ષના હતા ત્યારથી જ અન્ન જળનો ત્યાગ કર્યો હતો. જેને લઇને વિજ્ઞાન માટે પણ તેઓ એક કોયડા સમાન બની ગયા હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેમના પર સંશોધન પણ કરવામાં આવ્યું હતું.

2003 અને 2010મા ચુંદડીવાળા માતાજીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વિજ્ઞાન ચુંદડીવાળા માતાજી સામે હારી ગયું હતું.

સૌથી પહેલા રૂદ્ર સૂક્તથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પંચ લેપન માતાજીના નશ્વરદેહને લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ માતાજીને શ્રૃંગાર કરી તૈયાર કરવામાં આવ્યો અને છેલ્લે જે ભૂમિ પર સમાધી આપવામાં આવનાર હતી, તે જગ્યા પર ભૂમિ પૂજન કરી સમાધી આપવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments