મહેસાણા: સમીના ડોક્ટર મહેન્દ્ર મોદી છેલ્લા 30 વર્ષથી સમી બજારમાં ચાર રસ્તા પાસે દવાખાનું ચલાવતાં ડોક્ટરે હેવાનિયતની હદ વટાવી હતી. દવાખાને સારવાર માટે આવતી મહિલાઓના ચેકઅપના બહાને તેમની સાથે શારીરિક સંબંધો બાંધીને મોબાઇલમાં વીડિયો ઉતારતો હોવાનો સામે આવ્યું છે. ડોક્ટરના ઉતારેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં લોકોએ હોસ્પિટલ જઈ માર માર્યો હતો.
શનિ-રવિ દવાખાને જતો
સારવાર કરાવવા આવતી મહિલાઓ સાથે શારીરિક સંબંધોનો ભાંડો ફૂટતાં લોકોએ મહેસાણાના મહેન્દ્ર મોદીની બરાબરની પીટાઈ કરી હતી. દર શનિવાર અને રવિવારે સમી ખાતેના મહેન્દ્ર દવાખાને આવતો હતો. બાકીના દિવસોમાં તેનો દીકરો કિશન વગર લાયસન્સે એ દવાખાનું ચલાવતો હતો. મહિલાઓ સાથેના શારીરિક સંબંધો સમયે ડોક્ટરનો દીકરો પણ સહભાગી થતો હતો. બાપ-દીકરો મહિલાઓના વીડિયો ઉતારતા હતા.
જિલ્લા પોલીસ વડા સમી પહોંચ્યા
વીડિયો વાઈરલ થતાં લોકોએ તબીબ અને તેના પુત્રને મેથીપાક ચખડ્યો હતો. બાદમાં પોલીસને હવાલે કરી દીધો હતો. ઘટનાને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પાટણ જિલ્લા પોલીસ વડા શોભાબેન પૂતળા સમી પોલીસ સ્ટેશન પહોંચી ઘટનાની તપાસ કરી હતી.
Array
સમી : ડોક્ટરે મહિલા દર્દીઓનું શારીરિક શોષણ કરી વીડિયો ઉતાર્યા, વીડિયો વાઈરલ થતાં લોકોએ માર માર્યો
- Advertisement -
- Advertisment -